સ્ટારકિડ નહીં સુપરસ્ટારકિડની બોલીવૂડમાં એન્ટ્રીઃ આર્યન ખાનની સિરિઝ bads-of-bollywoodનો ફર્સ્ટ લૂક રિલિઝ...
મનોરંજન

સ્ટારકિડ નહીં સુપરસ્ટારકિડની બોલીવૂડમાં એન્ટ્રીઃ આર્યન ખાનની સિરિઝ bads-of-bollywoodનો ફર્સ્ટ લૂક રિલિઝ…

બોલીવૂડમાં તાજેતરમાં જ સ્ટારફેમિલીના દીકરા અહાન પાંડેએ દમદાર એન્ટ્રી કરી. પહેલી જ ફિલ્મ સૈયારાથી છવાઈ ગયો. હવે ફરી એક સ્ટારકિડ બોલીવૂડમાં આવી રહ્યો છે. જોકે આ સ્ટાર નહીં પણ સુપરસ્ટારકિડ છે.

વાત કિંગ ખાન શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની છે. આર્યન ખાન બોલીવૂડમાં પ્રવેશી રહ્યો છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી તે એક્ટિંગ નહીં ડિરેક્ટિંગમાં ડેબ્યૂટ કરી રહ્યો છે. આર્યને વેબ સિરિઝ બનાવી છે બેડ્સ ઓફ બોલીવૂડ અને આજે તેનો ફર્સ્ટ લૂક રિલિઝ થયો છે. ફર્સ્ટ લૂક અને તેમાં આર્યનને જોઈ ફેન્સ ખુશ થઈ ગયા છે.

આર્યન ખાને કેપ્શનમાં લખ્યું છે જ્યાદા હો ગયા આદત ડાલ લો. આ સિરિઝમાં એસઆરકે કેમિયો પણ કરશે.
બેડ્સ ઓફ બોલવૂડ હિન્દી ફિલ્મો પર આધારિત છે. હિન્દી ફિલ્મોમાં જે રીતે કાલ્પનિક વાર્તાઓમાં લોજિક ભૂલાઈ જાય છે તેના પર સટાયર જેવી લાગી રહી છે. આ સિરિઝ આર્યને લખી છે અને ડિરેક્ટ કરી છે.

શાહરૂખ ખાનને #AskMeAnything પર જ્યારે પૂછવામાં આવ્યું કે આર્યનને હીરો તરીકે ક્યારે લોંચ કરો છો ત્યારે તેણે કહ્યું હતું કે તે ડિરેક્ચર તરીકે આવી રહ્યો છે તેને પણ એટલો જ પ્રેમ કરજો. ઘરમાં હરિફાઈ જોતી નથી. જોકે આર્યનના ચહેરા પર કોન્ફીડન્સ દેખાય છે,

તેનો અવાજ પણ દમદાર છે. હવે સિરિઝ કેવી છે તે તો રિલિઝ થશે ત્યારે જ ખબર પડશે. સિરિઝનો પ્રિવ્યુ 20મી ઑગસ્ટે છે. આ સિરિઝ ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ થવાની છે. એસઆરકેની દીકરી સુહાના ખાન આર્ચીઝ નામની એક ફિલ્મમાં દેકાઈ ચૂકી છે અને હવે પિતા સાથે કિંગ ફિલ્મમાં દેખાશે.

આ પણ વાંચો…આર્યન ખાને મને વીડિયો લીક કરવાની ધમકી આપી… જાણો કોણે કર્યો આવો ખુલાસો?

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button