શાહરુખ ખાનના લાડલાએ દિલ્હીમાં ખરીદ્યું ઘર, કિંગ ખાન સાથે છે કનેક્શન?
મુંબઈ: બોલીવુડના કિંગ ખાન અને જાણીતા અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાને દિલ્હીમાં રૂ. ૩૭ કરોડમાં એવું મકાન ખરીદ્યું છે જેની સાથે તેના પરિવારની ખાસ લાગણીઓ જોડાયેલી છે. આર્યન ખાને દક્ષિણ દિલ્હીમાં રૂ. ૩૭ કરોડમાં બે ફ્લેટ્સ ખરીદ્યા છે.
આ મકાનના માલિક પહેલા શાહરુખ અને ગૌરી ખાન હતા. આ ફ્લેટ દિલ્હીના પંચશીલ પાર્કમાં આ મકાન આવેલું છે. આર્યનના માતાપિતાએ પોતાના જીવનની સફર શરૂ કરી તે સમયનું આ ઘર છે. મે, ૨૦૨૪માં મકાનના સોદાનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને આ માટે આર્યને રૂ. ૨.૬૪ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરી હતી.
મકાન સાથે વિશેષ લાગણી ધરાવતી હોવાને કારણે ગૌરીએ જાતે આ ઘરની ડિઝાઇન બનાવવાનું નક્કી કર્યું છે, જેથી શાહરુખ સાથેના જીવનની સફર અને તેમની લવસ્ટોરીની ઝલક તેમાં જોવા મળે.
આ પણ વાંચો : Shahrukh Khan નહીં પણ Bobby Deol, Firoz Khan And Imran Khan છે Gauri Khanના રોમેન્સ કિંગ!
કહેવાય છે કે બાપ કરતા દીકરો હંમેશાં સવાયો થવાની કોશિશ કરી છે, જેમાં તાજેતરમાં કિંગ ખાનના લાડલા આર્યન ખાને પ્રોપર્ટી ખરીદીને ચર્ચામાં આવ્યો છે, પરંતુ એનું કનેક્શન શાહરુખ ખાન સાથે જોડાયેલું છે. આર્યન ખાને જે બિલ્ડિંગમાં બે ફ્લેટ ખરીદ્યા છે, જ્યાં પહેલેથી શાહરુખ-ગૌરી ખાનના બે ફ્લેટસ છે. શાહરુખ અને ગૌરી શરુઆતના દિવસોમાં ત્યાં રહેતા હતા. શાહરુખ ખાનની માલિકીમાં પહેલા બિલ્ડિંગનું બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર છે