Anant Ambaniની દુલ્હનિયા Radhika Merchant માટે આ ખાસ સાડી તૈયાર કરી રહ્યા છે Kutchના કારીગરો… જોશો તો બોલી ઉઠશો વાહ…
Mukesh Ambani and Nita Ambani’s son Anant Ambani ટૂંક સમયમાં જ તેની મંગેતર Radhika Merchant સાથે લગ્ન બંધનમાં બંધાશે. અંબાણીઝ હોય એટલે દરેક વસ્તુ અને ઇવેન્ટ સ્પેશિયલ તો હોવાના જ ને ભાઈ… તો પછી પરિવારમાં નવા સદસ્ય તરીકે એન્ટ્રી લઈ રહેલી રાધિકા માટેના કપડા, જ્વેલરી પણ ખાસ તો હોવાના જ ને?? ચાલો આજે તમને જણાવીએ કે આખરે અંબાણીના આ નવા વહુરાણી માટે કોણ સ્પેશિયલ સાડી તૈયાર કરી રહ્યા છે…
મળી રહેલી માહિતી પ્રમાણે લગ્નનાં આ પ્રસંગ માટે દુપટ્ટા બનાવવાની જવાબદારી કચ્છ અને લાલપુરના પ્રતિભાશાળી કારીગરોને સોંપવામાં આવી છે. આ દુપટ્ટા ગુજરાતની બાંધણી હસ્તકલા અને મહારાષ્ટ્રની હસ્તકલા પૈઠણીનું અનોખું મિશ્રણ હશે. લગ્ન સમારોહમાં આવનાર મહેમાનોને પણ આ ખાસ પ્રકારના દુપટ્ટા આપવામાં આવશે, એવું સાંભળવા મળી રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વદેશ પહેલ હેઠળ, આ સદીઓ જૂની કારીગરી આગામી પેઢીઓ સુધી પહોંચે એ માટે તેનું જતન કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં પણ આ ખાસ દ્વારા સ્થાનિક સમુદાયોને પણ વધુ સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમને બનાવનારા આ કુશળ કલાકારો તેમના ઉત્સાહ અને સમર્પણ સાથે આ કલાને આગળ લઈ જાય છે. આ કલાકારો આ કળાનું સન્માન તો જાળવી જ રહ્યા છે, પરંતુ તેમાં નવી નવી ટેકનિક ઉમેરીને તેને વધુને વધુ સુંદર અને યુનિક બનાવવામાં આવી રહી છે.
અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અંબાણી પરિવાર હંમેશાથી જ ભારતના અદ્ભુત અને સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપતો જોવા મળ્યો છે અને તેની ઝલક અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં પણ જોવા મળશે, કારણ કે રાધિકા અને અનંત બંને જણને પણ ભારતીય પરંપરા અને સંસ્કૃતિ માટે અગાધ પ્રેમ છે.