મનોરંજન

42 વર્ષના અભિનેતાએ ગર્લફ્રેન્ડ સાથે કરી લીધા ચોરીછૂપીથી કર્યા લગ્ન…

ફેમસ વેબ સિરીઝ મેડ ઈન હેવન એક્ટર અર્જુન માથુરે ગર્લફ્રેન્ડ સાથે ટિયા તેજપાલ સાથે લગ્ન કરીને ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે. અર્જુને લગ્નનો ફોટો શેર કરીને ફેન્સ સાથે આ ગુડ ન્યુઝ શેર કર્યા હતા. અર્જુને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યા છે અને કેપ્શનમાં તેણે પોતાની વેડિંગ ડેટ 9મી ઓક્ટોબર, 2024 મેન્શન કરી છે.

સોશિયલ મીડિયા અર્જુને શેર કરેલાં લગ્નના ફોટોમાં ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યો છે અને ઘરને સુંદર મજાના ગલગોટાના ફૂલથી સજાવવામાં આવ્યા છે. અર્જુન અને ટિયાના ગળામાં વરમાળા જોવા મળી રહી છે. કપલ ખૂબ જ ખુશ લાગી રહ્યું છે. અર્જુન અને ટિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને બંને જણે ખૂબ જ સાદાઈથી લગ્ન કર્યા હતા.

અર્જુનની આ પોસ્ટ પર બોલીવૂડ સેલેબ્સ કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. કોંકણા સેન-શર્મા, કલ્કિ કેકલાથી લઈને, મોના સિંહ સહિતના અનેક સ્ટાર્સે નવ દંપત્તિને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ફેન્સ પણ પોતાના ફેવરેટ સ્ટારના લાઈફમાં શરૂ થયેલાં ચેપ્ટરથી ખુશ છે.

આ પણ વાંચો : Ramayana: The Legend of Prince Rama’s માટે જોવી પડશે રાહ: રીલીઝ ડેટમાં કર્યો ફેરફાર

વાત કરીએ તો અર્જુન અને ટિયાના રિલેશનશિપની તો અર્જુન અને ટિયા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જોકે, અર્જુન પોતાની પર્સનલ લાઈફને પબ્લિકની સામે શેર કરવાનું પસંદ નથી કરતો. અર્જુન માથુરને વેબ સો મેડ ઈન હેવનથી નેમ અને ફેમ મળ્યો હતો. આ શોમાં દર્શકોને તેની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી હતી. આ ઉપરાંત તેણે લક બાય ચાન્સ અને માય નેમ ઈઝ ખાન ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

ટિયા તેજપાલ એક પ્રોડક્શન ડિઝાઈનર છે અને તેણે અનેક ફિલ્મો જેવી કે કારવાં, રમન રાઘવ 2.0માં કામ કર્યું હતું અને આ પહેલાં તેણે લાઈફ ઓફ પાઈમાં આસિસ્ટન્ટ ડિઝાઈનર તરીકે પણ કામ કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button