મનોરંજન

તો આ કારણે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેનો સંબંધ તોડી નાખ્યો…?

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે ગઈકાલે રાત્રે જાહેરાત કરી હતી કે તેનો અને મલાઈકા અરોરાનો સંબંધ પૂરો થઈ ગયો છે. સાથે જ એક જૂના ગીતની પંક્તિઓ યાદ આવી ગઇ. ‘વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકીન.

ઉસે ઇક ખુબસૂરત મોડ દેકર છોડના અચ્છા.. ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોંનો….’ આ પંક્તિઓ બંનેના સંબંધોને કેટલી બધી ફીટ બેસે છે.

મલાઈકા અરોરા-અર્જુન કપૂર લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા પરંતુ સમયાંતરે તેમના બ્રેકઅપના સમાચાર આવતા રહેતા હતા. જોકે, કપલે ક્યારેય તેનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો નહોતો. અર્જુન-મલાઈકાનો સંબંધ કેમ તૂટ્યો, આ સવાલ દરેકના મનમાં છે. આવો તમને જણાવીએ તેનું મોટું કારણ.

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર હાલમાં જ રાજ ઠાકરેની દિવાળી પાર્ટીમાં હાજરી આપવા ગયો હતો. પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જ્યારે તે લોકો સાથે વાત કરવા ગયા તો લોકોએ ‘મલાઇકા મલાઇકા’ની બૂમો પાડવાની શરૂ કર્યું હતું. એ સમયે અર્જુન કપૂરે સસ્મિત વદને બધાને જવાબ આપ્યો હતો કે તે હાલમાં સિંગલ છે. બસ ત્યારથી એ વાત કન્ફર્મ થઇ છે કે અર્જુન કપૂર અને મલાઇકા હવે સાથે નથી. હવે લોકોના મનમાં એ સવાલ છે કે આ કપલ વચ્ચે શું થયું કે તેમણે સંબંધ તોડી નાખ્યો.?

મલાઇકા અને અર્જુન કપૂરની ઉંમરમાં ખાસ્સો તફાવત હતો. કપલને તો ઉંમરના તફાવતથી કોઇ વાંધો નહોતો, પણ તેમનો ઉંમરનો તફાવત ઘણાની આંખમાં કણાની જેમ ખુંચતો હતો અને તેમને વારંવાર ટ્રોલ કરવામાં આવતા હતા. અને તમે માનો કે ના માનો, પણ આવા ટ્રોલિંગની અસર તેમના સંબંધ પર તો પડે જ.

અર્જુન કપૂરની દાદી નિર્મલા કપૂરને મલાઇકો નહોતી ગમતી. તેઓ આ સંબંધની વિરુદ્ધ હતા. અર્જુન કપૂર પણ આ વાત જાણતો હતો અને એટલે જ તે મલાઇકાને તેના પરિવારથી અને ફેમિલી ફંક્શનથી દૂર રાખતો હતો. જોકે, પાછળથી મલાઇકા તેના ફેમિલી ફંક્શનો એટેન્ડ કરવા લાગી હતી, પણ છતાંય દાદીનો વિરોધ તો હતો જ.

Also Read – 45 કરોડનું બજેટ, બે મોટા સ્ટાર પણ ના બચાવી શક્યા આ ફિલ્મને, કમાણીનો આંકડો જોઈને તો…

દાદી ઇચ્છતા હતા કે અર્જુન હવે કોઇ યોગ્ય પાત્ર સાથે લગ્ન કરીને ઠરીઠામ થાય. મલાઇકા ભલે યોગા વગેરેથી પોતાને 20 વર્ષની કન્યાની જેમ ફિટ રાખતી હોય, પણ તેની બાયોલોજિકલ ઉંમર તો તે બદલી નથી શકવાની.

ઉપરાંત તેનું બોલ્ડ ડ્રેસિંગ સેન્સ પણ દાદીની અનુભવી આંખોને જંચતુ નહોતું. આ બધી વાતો અર્જુન જાણતો હતો કે પ્રેમ અને વાસ્તવિક્તામાં ઘણું અંતર છે.

આ ઉપરાંત બીજી એક મહત્વની વાત એ હતી કે મલાઇકાના સોનમ કપૂર સાથેના સંબંધ સારા નહોતા. લાંબા સમય પહેલા એક પાર્ટીમાં બંને વચ્ચે તુ… તુ… મેં….મેં… થઇ હતી, ત્યાર બાદ ક્યારેય તેઓ મિત્ર બની શક્યા નહીં. એમ કહેવાય છે કે પાર્ટીમાં દારૂના નશામાં ચૂર મલાઇકાએ સોનમ સાથે ખરાબ વર્તન કર્યું હતું. ત્યારથી સોનમ અને મલાઇકા વચ્ચે દોસ્તી નથી. ફેમિલી ફંક્શનમાં પણ સોનમ મલાઇકથી સેફ ડિસ્ટન્સ જ રાખે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button