બ્રેકઅપના દુઃખમાંથી બહાર નથી આવી શક્યો અર્જુન કપૂર, પોસ્ટ કરીને કહ્યું હું કોઈને…

બોલીવૂડના લવ બર્ડ્સ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું જ્યારથી બ્રેકઅપ થયું છે ત્યારથી જ ફેન્સ તો દુઃખી થઈ જ ઉઠ્યા છે, પણ એની સાથે સાથે અર્જુન કપૂર પણ ખાસ ખુશ એવું લાગતું નથી. આવું એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે અર્જુન કપૂરની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ એ તરફ ઈશારો કરી રહી છે.
અર્જુન કપૂરે હાલમાં જ એક એવી પોસ્ટ કરી હતી કે જેને કારણે ફેન્સ પણ ગૂંચવણમાં મૂકાઈ ગયા છે કે આખરે અર્જુનના જીવનમાં ચાલી શું રહ્યું છે અને તે પોતાની આ પોસ્ટથી કહેવા શું માંગે છે, ચાલો તમને જણાવીએ આખી સ્ટોરી-
આપણ વાંચો: હવે મલાઈકા અરોરા કોની સાથે જોવા મળી, જોઈ લો વાઈરલ તસવીરો…
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ક્યુટ અને મોસ્ટ હેપનિંગ કપલ હતું. ફેન્સને બંનેને કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ પણ આવતી હતી, પરંતુ બંનેએ બ્રેકઅપ એનાઉન્સ કરીને ફેન્સને આંચકો આપ્યો હતો. બ્રેકઅપ બાદથી બંને જણ સાથે દેખાવવાનું ટાળે છે, પણ સોશિયલ મીડિયા પર ક્રિપ્ટિક પોસ્ટ ચોક્કસ કરતા રહે છે.
હાલમાં ફરી એક વખત સોશિયલ મીડિયા પર અર્જુનની એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે, જેમાં તેણે લખ્યું છે કે કેટલીક એવી વાતો છે જે હું કોઈને કહી નથી શકતો, એટલા માટે નહીં કે હું કહેવા નથી માંગતો પણ એટલા માટે કે મને નથી લાગતું કે તેઓ ક્યારે એને સમજી શકશે. અર્જુનની આ પોસ્ટ જોઈને ફેન્સ એકદમ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.

આપણ વાંચો: બ્લેક બ્રાલેટ વર્કઆઉટ માટે નીકળેલી મલાઈકા અરોરાએ ચાહકોના દિલ જીત્યા, જુઓ વાઈરલ તસવીરો
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ અર્જુન કપૂરના દાદી નિર્મલ કપૂરનું નિધન થયું હતું. એ સમયે પણ તે ખૂબ જ દુઃખી અને આઘાતમાં સરી પડ્યો હોય એવું લાગી રહ્યું હતું.
અર્જુન કપૂરની આ પોસ્ટ જોઈને ફેન્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે તે પર્સનલ લાઈફમાં ખૂબ જ એકલો પડી ગયો છે અને તે દુઃખી છે. એટલું જ નહીં અમુક લોકો તેની મેન્ટલ હેલ્થને લઈને પણ સવાલ કરી રહ્યા છે.
અર્જુનની આ પોસ્ટ જોઈને ફેન્સ પણ ચિંતામાં પડી ગયા છે અને તેમને લાગી રહ્યું છે કે તેના મનમાં ઘણું બધું ચાલી રહ્યું છે, પણ તે કોઈની સાથે પોતાની મનની દુવિધા શેર નથી કરવા માંગતો. અર્જુન પોતાની આ પોસ્ટ પરથી કોના પર શું નિશાનો સાધવા માંગે છે એ તો અર્જુન જ કહી શકે.