મનોરંજન

અર્જુન કપૂરનું દિલ આ હિરો માટે ધકધક થાય છે, શું મલાઇકા સાથેના બ્રેકઅપનું આ કારણ છે?

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરે તાજેતરમાં મલાઈકા અરોરા સાથેના તેના બ્રેકઅપના સમાચારની પુષ્ટિ કરી છે, ત્યારથી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અર્જુન અને મલાઇકાએ સાત વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બ્રેકઅપ કરી લેતા ચર્ચા થવી પણ સ્વાભાવિક છે કે એવું તે શું થઇ ગયું કે એમની વચ્ચે ત્રીજું કોણ આવી ગયું કે તેમણે બ્રેકઅપ કરવું પડ્યુ. આવા અનેક સવાલો ફેન્સના મનમાં થાય એ સ્વાભાવિક છે. એવામાં બ્રેકઅપ બાદ હવે અર્જુન કપૂર વિશે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

Also read: ચેન્નાઇની સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટર પર થયો ચાકુથી હુમલો, હેલ્થકેર પ્રોફેશનલ્સની સુરક્ષાને લઈને ઉભા થયા સવાલ

અભિનેતા છેલ્લા કેટલાક દિવસોથી પોતાના અંગત જીવનને લઈને ચોંકાવનારા નિવેદનો આપી રહ્યા છે. ક્યારેક માનસિક સ્વાસ્થ્ય વિશે તો ક્યારેક લવ લાઈફ વિશે વાત કરીને બધાનું ધ્યાન ખેંચનાર અર્જુને હવે તેના ક્રશ વિશે પણ કંઈક એવું કહ્યું છે, જેના પછી ચાહકો અવાક થઈ જશે. અર્જુન કપૂરે તેના ક્રશ વિશે ખુલાસો કર્યો છે અને આ ક્રશ ના તો મલાઇકા છે કે ના તો અનુષ્કા શર્મા છે. અર્જુન કપૂરે કોઇ હિરોઇન માટે ક્રશનો ખુલાસો નથી કર્યો, પણ તેનો ક્રશ તો કોઇ મેલ એક્ટર છે.

અર્જુન કપૂરે પોતાના ક્રશનું નામ બધાની સામે જાહેર કર્યું છે. અર્જુને તેના જે ક્રશની વાત કરી છે તે આજની નહીં પરંતુ વર્ષ 2006ની છે. અર્જુન કપૂરે 18 વર્ષ પહેલા અનુભવેલી ફિલિંગ્સ વિશે ખુલાસો કર્યો છે. અર્જુન કપૂર પુરૂષ અભિનેતા પ્રત્યે આકર્ષિત છે. અર્જુન કપૂરે કહ્યું હતું કે- હું ક્યારેય ભૂલી શકતો નથી કે ફિલ્મ ‘ધૂમ 2’ જોયા પછી હું રિતિક રોશન માટે કેવી ડીપ ફિલિંગ્સ અનુભવતો હતો. તેના માટે હું ફરી ફરીને ફિલ્મ જોવા ગયો હતો. મારા મનમાં વિચાર આવતા હતા કે કોઇ માણસ સારો કેવી રીતે દેખાઈ શકે? તે સમયે તે મારો ક્રશ હતો. અર્જુન કપૂરનું આ નિવેદન ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

ફિલ્મ ‘ધૂમ 2’ વર્ષ 2006માં રિલીઝ થઈ હતી. તેમાં રિતિક અને ઐશ્વર્યા રાયની સિઝલિંગ કેમિસ્ટ્રી જોવા મળી હતી. ફિલ્મમાં રિતિક રોશનની બોડી જોઈને દરેક લોકો પ્રભાવિત થઈ ગયા હતા. છોકરીઓ તો લિટરલી તેના પર મોહી પડી હતી. લોકો તેને ગ્રીક ગોડ કહીને સંબોધવા લાગ્યા હતા. બધી છોકરીઓ તેના પર મોહિત છે. હવે બધી છોકરીઓ સાથે અર્જુન કપૂરનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઇ ગયું છે.

Also read: નેટ એસેટ વેલ્યુના ધોવાણ છતાં ઈક્વિટી ફંડોમાં વિક્રમી રોકાણપ્રવાહ અવિરત

વર્ક ફ્રન્ટ પર હાલમાં અર્જુન કપૂર પોતાની ફિલ્મ ‘સિંઘમ અગેન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અર્જુન નેગેટિવ રોલમાં છે.લોકોને તેની શાનદાર એક્ટિંગ અને વિકરાળ લુક પસંદ આવ્યો છે. લોકો તેના વખાણ કરી રહ્યા છે. અર્જુન પણ તેની સફળતાથી ઘણો ખુશ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button