મનોરંજન

અર્જુન કપૂરે બ્રેકઅપની અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ અને…

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલીવુડના મોસ્ટ પોપ્યુલર, ફેવરિટ અને એડોરબલ કપલ છે. આ કપલ અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતું જ હોય છે અને છેલ્લા કેટલાક સમયથી તો આ કપલ બ્રેકઅપની ખબરોને કારણે લાઈમલાઈટમાં રહે છે અને ફેન્સ પણ આ સમાચારને કારણે થોડા દુઃખી થઈ ગયા છે, પણ હવે બંનેના ફેન્સ માટે ગુડ ન્યુઝ આવ્યા છે. ગુડ ન્યુઝ એવા છે કે અર્જુન કપૂરે ખુદ હવે બ્રેકઅપના સમાચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. આ વાતનો ખુલાસો ખુદ ફરાહ ખાને કર્યો છે.

ફરાહ ખાને સોશિયલ મીડિયા પર ડાન્સ રિયાલિટી ટીવી શો ઝલક દિખ લા જા… ના સેટ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં બધા લોકો જમવાનું જમી રહ્યા છે. ફરાહ ખાને વીડિયો શેર કરીને લખ્યું છે કે આ જમવાનું અર્જુન કપૂરે મોકલાવ્યું છે. આગળ ફરાહ ખાને પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે મલાઈકા એ પોતાના હાથે અર્જુન કપૂરને ફોન કરીને ઘરેથી જમવાનું મંગાવ્યું છે. મલાઈકા અરોરા ડાન્સ રિયાલિટી ટીવી શોમાં જજની ભૂમિકા ભજવી રહી છે અને ફરાહ ખાન તેની કો- જજ તરીકે જોવા મળી રહી છે.

ઝલક દિખ લા જાના સેટ પર ફરાહ ખાનના જન્મદિવસની એડવાન્સમાં ઉજવણી કરવામાં આવી હતી. આ સ્પેશિયલ લંચમાં રવીના ટંડન, ઇન્ડિયન ક્રિકેટ ટીમનો ખેલાડી યુઝવેન્દ્ર ચહલ, રિત્વિક ધનનજાની પણ હાજર રહ્યો હતો. ફરાહ ખાને આટલું સ્વાદિષ્ટ અને સરસ લંચ અરેંજ કરવા માટે અર્જુન કપૂરનો આભાર માન્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બ્રેક અપના સમાચારોને કારણે છેલ્લા કેટલાક સમયથી લાઈમ લાઈટમાં રહે છે અને એવા રિપોર્ટ પણ આવી રહ્યા હતા કે બંને જણે કાયમ માટે છૂટા પડી જવા કરતાં આ લાંબા સમયથી ચાલી રહેલી રિલેશનશિપને એક મોકો આપવાનું નક્કી કર્યું હતું.

આ પહેલાં મલાઈકા અરોરાએ લગ્નને લઈને આ શો પર ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે હું લગ્ન કરવા માટે તૈયાર છે અને જો તેને કોઇ પૂછશે તો તે લગ્ન માટે હા પાડી દેશે. એ સમયે પણ ફેન્સ પણ મલાઈકાની આ વાતથી એવી અટકળો લગાવી રહ્યા હતા કે મલાઈકા અને અર્જુન વચ્ચે બધું બરાબર તો ચાલી આવી રહ્યું છે ને? કારણ કે એક્ટ્રેસે લગ્નની વાતમાં ક્યાંય અર્જુનનો ઉલ્લેખ સુધ્ધા નહોતો કર્યો. આ બધા પ્રકરણમાં લોકો અર્જુનના રીએકશનની રાહ જોઈ રહ્યા હતા, પણ અર્જુને કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું. આવા સંજોગોમાં અર્જુનનું આ સ્વીટ ગેસ્ચરથી ફેન્સને થોડા ઘણાં અંશે રાહત આપનારું સાબિત થઈ રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…