Arjun Kapoorએ કેમ કહ્યું કે જે તમારી પાસે છે એ મારી પાસે નથી…
બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) છેલ્લાં કેટલાક સમયથી તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. એમાં પણ જ્યારથી મલાઈકા અરોરા સાથે તેનું બ્રેકઅપ થયું છે ત્યારથી તો બંનેને લઈને જાત જાતની વાતો સામે આવતી રહે છે. હાલમાં અર્જુન કપૂર પોતાના એક સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં આવ્યો છે જેમાં તે એવું કહેતો સાંભળવા મળે છે કે તમારી પાસે એ એક વસ્તુ છે જે મારી પાસે નથી… આવો જોઈએ આખરે અર્જુન એવી તે કઈ વસ્તુની વાત કરી રહ્યો છે?
અર્જુન કપૂરે હાલમાં જ કહ્યું હતું કે હું ખૂબ જ સોર્ટેડ બંદો છું બાળપણથી જ. હું ખૂબ જ નાનો હતો જ્યારે મારા પેરેન્ટ્સ અલગ થઈ ગયા. પણ હું એક મોટો ભાઈ બની ગયો, કારણ કે મારી બહેન પાંચ જ વર્ષની હતી. અર્જુને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે એનેણે મારાથી ઘણું બધુ વધારે ગુમાવ્યું છે કારણ કે મેં ક્યાંક ને ક્યાં મારા પિતા સાથે સમય પસાર કર્યો હતો.
આગળ તેણે એવું પણ જણાવ્યું હતું કે મારો પાસ્ટ ખૂબ જ હેવી છે અને એમાં ઘણો ટ્રોમા છે. હું એ વાતથી બિલકુલ ઈનકાર નથી કરતો કે બહાર આવવાનું અઘરું છે. જો તમને એવું લાગી રહ્યું છે કે હું જે લાઈફ જીવી રહ્યો છું, એ ખૂબ જ ઈઝી છે તો પ્લીઝ તમે મારી લાઈફ જીવી જુઓ. તમારી પાસે મા-બાપ છે અને તમે આ બધું કરી રહ્યો છું. જો તમે ઘરે જઈને તમારી મમ્મીના ખોળામાં માથું રાખીને સૂઈ શકો છો. 24 -25 વર્ષનો હતો જ્યારે મારી મમ્મીને કેન્સર થયું હતું. હું કહું છું કે મારી કેટલીક એવી વસ્તુ છે જે ભગવાને મના આપી છે, પણ મારી પાસે એ નથી જે તમારી પાસે છે.
આ પણ વાંચો : અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ આ કોની સાથે ઝુમતી જોવા મળી મલાઇકા
અર્જુન કપૂર અને તેની બહેન અંશૂલા કપૂર હંમેશાથી જ ફેમિલી લાઈફને કારણે ચર્ચામાં રહે છે. આ સિવાય હાલમાં જ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થયું છે અને એને કારણે પણ અર્જુન ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. લોકો બંનેને લઈને જાત જાતની વાતો થઈ રહી છે.