મનોરંજન

શું મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના ખરાબ વાતાવરણને કારણે અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગ છોડ્યું? અરમાન મલિકે જણાવી સચ્ચાઈ

મુંબઈ: બોલીવુડના સૌથી લોકપ્રિય ગાયક અરિજીત સિંહે અચાનક પ્લેબેક સિંગિંગ છોડવાની જાહેરાત કરીને સંગીત જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમના આ નિર્ણયથી ચાહકો ચોંકી ગયા છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે અને લોકો પોતપોતાની રીતે તર્ક લગાવી રહ્યા છે. ઘણા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે મ્યુઝિક સ્ટુડિયોના ‘ટોક્સિક કલ્ચર’ અથવા કામના દબાણને કારણે અરિજીતે આ કઠોર નિર્ણય લીધો હોઈ શકે છે. જોકે, આ દરમિયાન જાણીતા ગાયક અરમાન મલિકે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

અરિજીત સિંહના પ્લેબેક સિંગિંગમાંથી રિટાયરમેન્ટ લેવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા અરમાન મલિકે તમામ અફવાઓને પાયાવિહોણી ગણાવી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે અરિજીતનો આ નિર્ણય કોઈ ખરાબ અનુભવને કારણે નહીં પરંતુ તેમનો અંગત છે. ઉલ્લેખનીય છે કે, અરમાને સ્વીકાર્યું કે દરેક ઇન્ડસ્ટ્રીની એક ડાર્ક સાઈડ હોય છે, પરંતુ તેણે પોતે ક્યારેય મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આવા કોઈ ઝેરી વાતાવરણનો સામનો કર્યો નથી. તેણે અરિજીતને પોતાના ભાઈ સમાન ગણાવીને આ બાબતે ખોટા અંદાજો ન લગાવવાની સલાહ આપી છે.

અરમાન મલિકે જણાવ્યું કે તે અને અરિજીત સિંહ ઘણીવાર અમાન મલિકના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં સાથે જોવા મળ્યા છે. અરમાનના કહેવા પ્રમાણે, “તેમના પ્લેબેક સિંગિંગ છોડવા પાછળ ‘ટોક્સિક સ્ટુડિયો કલ્ચર’ જેવું કોઈ કારણ નથી. મારા કરિયરમાં પણ આવો કોઈ કડવો અનુભવ રહ્યો નથી. અરિજીતે ઈન્ડસ્ટ્રીને દસ વર્ષ સુધી શ્રેષ્ઠ ગીતો આપ્યા છે અને જો તેઓ આ મુકામે પહોંચીને ફિલ્મી સંગીતને અલવિદા કહી રહ્યા હોય, તો તેને સકારાત્મક રીતે જોવું જોઈએ. આપણે એ વાતનું સન્માન કરવું જોઈએ કે તેઓ પોતાની મરજીથી આ નિર્ણય લઈ રહ્યા છે.”

અરિજીત સિંહે પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું છે કે તેઓ માત્ર ફિલ્મો માટે ગાવાનું બંધ કરી રહ્યા છે, સંગીતને છોડી રહ્યા નથી. એટલે કે, તેઓ આવનારા સમયમાં સ્વતંત્ર આલ્બમ્સ કે અન્ય કોઈ નવા પ્રોજેક્ટ્સ દ્વારા ચાહકો સાથે જોડાયેલા રહેશે. આ જાહેરાત બાદ ઇન્ડસ્ટ્રીમાં એવી પણ ચર્ચાઓ છે કે અરિજીત હવે ‘ક્રિએટિવ ફ્રીડમ’ ઈચ્છે છે. પ્લેબેક સિંગિંગ છોડ્યા બાદ અરિજીત હવે કયા નવા સ્વરૂપે ચાહકો સમક્ષ આવશે, તે જોવું રસપ્રદ રહેશે.

આપણ વાંચો:  રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર માટે બિશ્નોઇ ગૅન્ગે ‘ડેડ ડ્રૉપ’ મોડેલ અપનાવેલું

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button