મનોરંજન

21 વર્ષ નાની બહેન સાથે કેવો હશે અરહાન ખાનનો સંબંધ, પોસ્ટ શેર કરી આપી હિન્ટ, મલાઈકાએ આપ્યું રિએક્શન…

હાલમાં બોલીવૂડના મોસ્ટ પોપ્યુલર ફેમિલીમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવા ખાન ખાનદાનમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે 56 વર્ષે પરિવારમાં દીકરીનો જન્મ થયો છે. અરબાઝ ખાન અને શૂરા ખાને પાંચમી ઓક્ટોબરના રોજ દીકરીને જન્મ આપ્યો છે.

ખાન પરિવાર હાલમાં ખુશીથી ફૂલ્યો નથી સમાઈ રહ્યો પરંતુ આ બધા વચ્ચે અરબાઝ ખાનના પહેલાં દીકરા અરહાન ખાનનો પોતાનાથી 21 વર્ષ નાની બહેન સાથે સંબંધ કેવો રહેશે, એ વિશે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું છે. આવો જોઈએ શું કહ્યું છે અરહાને…

અરહાન ખાન એ મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનો દીકરો છે અને અરહાન પણ મોટો ભાઈ બનીને ખૂબ જ ખુશ છે. નાનકડી પરીના આગમન બાદ અરહાન ખાને સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો શેર કર્યા છે. જેમાં તે અર્પિતા ખાનના દીકરા અને દીકરી સાથે મોજ મસ્તી કરી રહ્યો છે.

અરહાનની આ પોસ્ટ વાઈરલ થઈ રહી છે અને આ પોસ્ટમાં અરહાન નાનકડી કઝિન બહેન આયત સાથે અલગ અલગ ગેમ રમતો તો ક્યારેક તેને ખભે ઉઠાવીને ચાલતો જોવા મળી રહ્યો છે. અરહાને કઝિન ભાઈ આહિલ સાથે પણ ઈનડોર ગેમ રમતો જોવા મળી રહ્યો છે. અર્પિતાના બાળકો સાથેનો અરહાનનો બોન્ડ ફેન્સનું દિલ જિતી રહ્યો છે.

અરહાને શૂર ખાનના બેબી શાવર ઈવેન્ટનો પણ એક ફોટો શેર કર્યો છે પરંતુ સૌથી વધુ ચર્ચા તો તેણે શેર કરેલાં છેલ્લાં ફોટોની થઈ રહી છે. અરહાને શેર કરેલાં છેલ્લાં ફોટોમાં એક વ્યક્તિ ન્યુલી બોર્ન બેબીને બેબી સીટ કરતો જોવા મળી રહ્યો છે. ફોટો સાથે કેપ્શનમાં અરહાને લખ્યું છે રે બિગ બ્રધર બૂટ કેમ્પ. અરહાનની પોસ્ટ જોઈને ફેન્સ એવા ક્યાસ કાઢી રહ્યા છે તે તે પોતાની નાની બહેનને બેબી સિટ કરવા માટે એકદમ એક્સાઈટેડ અને તૈયાર છે.

ફેન્સ અરહાનની આ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે અરહાનની આ પોસ્ટ પર મલાઈકા અરોરાએ પણ લાઈક કર્યું છે. મલાઈકા લખ્યું છે કે લાસ્ટ પિક… અને તેની સાથે અનેક હાર્ટની ઈમોજી પણ શેર કરી છે. તમે પણ અરહાન ખાનની આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો…

આ પણ વાંચો…58 વર્ષની ઉંમરે અરબાઝ ખાન ફરીથી પિતા બન્યા, શૂરા ખાને આપ્યો દીકરીને જન્મ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button