મનોરંજન

માત્ર 8 દિવસમાં લોકો હાઉસફુલ 5થી કંટાળી ગયા? કમાણીમાં ધરખમ ઘટાડો, ઠગ લાઈફને પણ ફટકાર

મુંબઈઃ હાઉસફુલ 5 અને ઠગ લાઈફ અત્યારે બોક્સ ઓફિસ ખૂબ જ ખરાબ રીતે પછડાઈ હોવાનું જાણવા મળ્યું છે. અક્ષય કુમારના હાઉસફુલ 5 એ પહેલા પાંચ દિવસ ખૂબ જ સારી કમાણી કરી હતી. પરંતુ હવે તેની બોક્સ ઓફિસ કમાણીમાં ઘટાડો આવ્યો છે. લોકો પાંચ દિવસ બાદ ફિલ્મને નાપસંદ કરી રહ્યાં છે. ફાઉસફુલ 5એ પહેલા દિવસે 23 રૂપિયાનો વેપાર કર્યો હતો. ઓપનિંગ દિવસ પર લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો હતો પરંતુ પછી કમાણીમાં ઘટાડો આવ્યો છે. તેની સામે સાઉથના સુપરસ્ટાર કમલ હસનની ફિલ્મ ઠગ લાઈફ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી.

કેમ અક્ષય કુમારની હાઉસફુલ 5ની ફિલ્મની કમાણીમાં ઘટાડો આવ્યો?

અક્ષય કુમારને આ ફિલ્મની સારી એવી કમાણીની આશા છે પરંતુ હવે લોકો કેટલો પ્રેમ આપે તેના પર આધાર છે. હાઉસફુલ 5માં 20 જેટલા બોલિવુડ સ્ટારે કામ કર્યું છે, મલ્ટીસ્ટાર સાથે ફિલ્મ બનાવામાં આવી છે. હાઉસફુલ 5એ પહેલા દિવસે બંપર કમાણી કરી હતી. પરંતુ અત્યારે કમાણીનો આંકડો ઘટી રહ્યો છે. આ ફિલ્મે આઠમા દિવસે ખૂબ જ ઓછી કમાણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાઉસફુલ 5 એ આઠમા દિવસે બોક્સ ઓફિસ પર 6.07 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આખરે કેમ કમાણીમાં ઘટાડો આવ્યો? શું ફિલ્મમાં બે ક્લાઈમેક્સ છે એટલા માટે લોકો કન્ફ્યુઝ થઈ રહ્યાં છે? કે પછી ફિલ્મની કહાણી બોરિંગ છે? ખેર આવા તો અનેક સવાલો થઈ શકે છે. પરંતુ ફિલ્મ ગોકળગાયની ઝડપે કમાણી કરી રહી છે.

હાઉસફુલ 5એ બોક્સ ઓફિસ પરથી 133.32 કરોડનો વેપાર કર્યો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાઉસફુલ 5એ ઓપનિંગ ડેમાં 23 કરોડોનો ધંધો કર્યો હતો. તે પછી શનિવારે 31 કરોડ અને રવિવારે 32.5 કરોડ રૂપિયા છાપી લીધા હતા. ત્યારબાદ સોમવારે, મંગળવારે, બુધવારે અને ગુરૂવારે ક્રમશઃ 13 કરોડ, 11.25 કરોડ, 8.5 કરોડ અને 7 કરોડનો વેપાર કર્યો હતો. હાઉસફુલ 5ની કુલ કમાણીની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પરથી 133.32 કરોડનો વેપાર કર્યો છે. ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. પરંતુ સ્ટાર કાસ્ટ પ્રમાણે આ ફિલ્મની કમાણી ઓછી જણાઈ રહી છે.

ઠગ લાઇફે 9 દિવસમાં માત્ર 44.75 કરોડનો વેપાર કર્યો

સાઉથના સુપરસ્ટાર કમલ હસનની વાત કરવામાં આવે તો, તેની ફિલ્મોને સાઉથમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હોય છે. પરંતુ અત્યારે ઠગ લાઇફનો લોકોએ ખાસ પ્રેમ આપ્યો નથી. બોક્સ ઓફિસ પર કમલની ઠગ લાઇફની હાલત ખૂબ જ ખરાબ છે. આ ફિલ્મે ઓપનિંગ દિવસે 15.5 કરોડનો વેપાર કર્યો હતો. પરંતુ ત્યારબાદ સતત કમાણીમાં કમલ હસનની ફિલ્મને ફટકો પડ્યો છે. ફિલ્મને રિલીઝ થયાને 9 દિવસ થયા છે તેમ આ નવ દિવસમાં પણ તે 50 કરોડનો આંકડો પાર કરી શકી નથી. અત્યારે સુધી આ ફિલ્મ માત્ર 44.75 કરોડનો વેપાર કર્યો છે. સૂત્રો દ્વારા કમલ હસને કર્ણાટકનો ભાષા વિવાદ વધારે નડ્યો છે. કારણે કે, કર્ણાટકમાં તેની ફિલ્મને રિલીઝ કરવામાં નથી આવી.

આ પણ વાંચો…થિયેટરની બહાર ચહેરો છુપાવી હાઉસફુલ 5 નો રિવ્યૂ લેવા પહોચ્યો અક્ષય, જુઓ વીડિયો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button