મનોરંજન

યુટ્યુબ પર ડેબ્યુ કરતાની સાથે જ અર્ચના પુરન સિંહની ચેનલ થઈ ગઈ હેક

જાણીતી અભિનેત્રી અર્ચના પુરણ સિંહ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી એક્ટિવ સેલિબ્રિટી ગણાય છે. અર્ચના પુરણ સિંહે થોડા સમય પહેલા કહ્યું હતું કે તે યુટ્યુબ વ્લોગિંગની દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહી છે. તેણે 13 ડિસેમ્બરે ડેબ્યૂ પણ કર્યું હતું, પરંતુ તેની શરૂઆત સારી રહી ન હતી. હાલમાં જ અર્ચનાએ પોતે એક વીડિયો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે શનિવારે તેનું એકાઉન્ટ હેક થયું હતું. આ ચેનલ હેક થયા બાદ તેણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને ચાહકો પાસેથી સમર્થન માંગ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ અને તેમની ટીમ ચેનલને ઠીક કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

અર્ચના પુરણ સિંહે જણાવ્યું હતું કે શનિવારે બપોરે લગભગ 2 વાગ્યે તેનું યુટ્યુબ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મારી યુટ્યુબ ચેનલ થોડા કલાકોમાં વાયરલ થઈ ગઈ. મને લાખો વ્યુઝ મળી ગયા. તમે મને અને મારા પરિવારને આપેલા પ્રેમ બદલ આભાર. હું તમને બધાને પ્રેમ કરું છું! ‘હું ખુશ અને દુઃખી બંને છું.

ખુશ છું, કારણ કે મને તમારા લોકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે અને દુ:ખ છે કે કંઈ સારું થાય તે પહેલાં કંઈક ખરાબ થઈ ગયું. હું જાણું છું કે તમને પણ આઘાત લાગ્યો હશે. મારી ચેનલ એક-બે દિવસમાં ઠીક થઇ જશે. હાલમાં, અર્ચનાની ટીમ તેની ચેનલને ઠીક કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.

View this post on Instagram

A post shared by Archana Puran Singh (@archanapuransingh)

અર્ચના ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શોમાં જજ તરીકે જોવા મળી હતી. ફિલ્મોની વાત કરીએ તો તે ‘વિકી વિદ્યાના વો વાલા વીડિયો’ માં પણ જોવા મળી હતી. આ સિવાય અર્ચના ઈન્સ્ટા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના વીડિયો શેર કરતી રહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button