Viral Video: જાણીતી એક્ટ્રેસે સેલ્ફીના બદલામાં માંગી એવી વસ્તુ કે…

ટીવી અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી જાણીતી એક્ટ્રેસે એક ફેનને સેલ્ફી આપવાના બદલામાં એવી વસ્તુની માંગણી કરી દીધી હતી કે જેના વિશે જાણીને તમે ચોંકી ઉઠશો. સોશિયલ મીડિયા પર આ એક્ટ્રેસનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. આઈ નો આઈ નો હવે તમને જાણવાની તાલાવેલી થઈ હશે કે આખરે કોણ છે આ એક્ટ્રેસ અને તેણે એવું તે શું માંગણી કરી હતી…
Also read : Aishwarya Rai-Bachchan અને રાની મુખર્જીની મિત્રતા કોને કારણે તૂટી? વર્ષો બાદ થયો ખુલાસો…
ટીવી અને ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ છે અર્ચના પૂરણ સિંહ. અર્ચના પૂરણ સિંહની ફેન ફોલોઈંગ તગડી છે અને તે અવારનવાર પોતાના પરિવાર સાથે વીડિયો બ્લોગ બનાવે છે. હાલમાં અર્ચના પતિ પરમિત સેઠ્ઠી અને બંને દીકરા આર્યમન અને આયુષ્માન સાથે ઢોસા ખાવા પહોંચી હતી. આ વીડિયોમાં અર્ચનાએ જણાવ્યું હતું આજે તેઓ મુંબઈના તેમના મનગમતા ઢોસા સાઈટ્સ પર જશે અને ત્યાર બાદ તેઓ પોતાનો અનુભવ શેર કરશે અને વિનર કોણ છે એની જાહેરાત કરશે.
આખા પરિવારે મુંબઈની વિવિધ જગ્યાઓ પર ઢોસા ખાવા પહોંચ્યા હતા. અર્ચનાને પરિવાર સાથે ઢોસાનો આ સ્વાદ માણતા જોઈને તેમની સાથે ફોટો ક્લિક કરાવવા માટે લોકોની લાઈન લાગી ગઈ હતી. આ દરમિયાન જ અર્ચનાએ કૂકને પૂછ્યું કે શું સેલ્ફીના બદલામાં તેને ફ્રી ઢોસો મળશે?
અર્ચનાનો આ સવાલ સાંભળીને દુકાનદારે ફ્રીમાં ઢોસો આપવાની ના પાડી દે છે. દુકાનદારનો આ જવાબ સાંભળીને અર્ચનાએ તેને સવાલ કર્યો કે શું મારી સાથેની એક સેલ્ફીની કિંમત 100 રૂપિયાથી પણ ઓછી છે? આ સાંભળીને કૂકે કહ્યું કે હું ખુશી ખુશી તમારી સાથે સેલ્ફી સાથે લઈશ, પણ મને મારા પૈસા પણ જોઈએ. અર્ચનાએ કહ્યું કે ચિંતા ના કરીશ. અમે તમારા પૈસા લઈને ભાગી નથી જવાના.
Also read : PM Narendra Modi કે Mukesh Ambani? નીતા અંબાણીએ આપ્યો એવો જવાબ કે…
સોશિયલ મીડિયા પર અર્ચના પૂરણ સિંહનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો. વાત કરીએ અર્ચના સેઠ્ઠીના વર્ક ફ્રન્ટની તો અર્ચના હાલમાં કપિલ શર્માના શોમાં જોવા મળી રહી છે. થોડાક સમય પહેલાં જ અર્ચનાને હાથમાં ઈજા પહોંચી હતી અને તેણે હોસ્પિટલથી પોતાના ફોટો શેર કર્યા હતા.