મનોરંજન

57 વર્ષે બીજી વખત પિતા બનશે આ અભિનેતા? વીડિયો વાઈરલ થતાં અફવાનું બજાર ગરમ…

હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડાઓ વધારે દોડાવવા લાગ્યા હશો કે આખરે 57 વર્ષે કોણ છે આ અભિનેતા કે જે પિતા બનવા જઈ રહ્યો છે? ચાલો વધારે વિચારો એ પહેલાં તમને જણાવી દઈએ કે આ અભિનેતા કોણ છે એ.

અહીં વાત થઈ રહી છે એક્ટર, ડિરેક્ટર અરબાઝ ખાનની. અરબાઝ ખાને શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા ત્યારથી આ કપલ ખાસ્સુ ચર્ચામાં રહે છે. હવે આ કપલ પેરેન્સ બનવા જઈ રહ્યું છે એવી માહિતી સામે આવી રહી છે. ચાલો જાણીએ આ પાછળની સ્ટોરી શું છે-

આપણ વાંચો: બાન્દ્રામાં ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર: સલમાન-અરબાઝ ખાનનાં નિવેદન નોંધાયાં

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અરબાઝ ખાન અને શૂરા ખાન બંને ક્લિનિકની બહાર આવતા જોવા મળી રહ્યા છે. બસ આ વીડિયો જોઈને યુઝર્સ અને ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે કપલ પોતાના પહેલાં સંતાનનું સ્વાગત કરવા જઈ રહ્યું છે.

57 વર્ષના અરબાઝ ખાને 32 વર્ષની શૂરા ખાન સાથે 24મી ડિસેમ્બર, 2023ના લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન એક પ્રાઈવેટ સેરેમની હતા અને હવે એવી માહિતી સામે આવી રહી છે કે શૂરા પ્રેગ્નન્ટ છે. હાલમાં શૂરા અને અરબાઝ મુંબઈના એક મેટરનિટી ક્લિનિકથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. અરબાઝ આગળ આગળ ચાલી રહ્યો હતો અને શૂરા તેની પાછળ પાછળ ચાલતી જોવા મળી હતી.

આપણ વાંચો: એરપોર્ટ પર કોને કિસ કરતો જોવા મળ્યો અરબાઝ ખાન?

શૂરા અને અરબાઝના એક્સપ્રેશન જોઈને એવું લાગી રહ્યું છે કે બંનેમાંથી કોઈ પણ નહોતું ઈચ્છતું કે તેમને કોઈ ક્લિનિક જતાં જોયા હોય. હાથમાં હાથ નાખીને કપલ ક્લિનિકમાં એન્ટર થયું હતું અને આ સાથે કપલના પેરેન્ટ્સ બનવાના સમાચારો સામે આવ્યા લાગ્યા હતા.

જોકે, અરબાઝ કે શૂરા ખાને આ બાબતે કંઈ પણ કહ્યું નથી. બીજી બાજું અરબાઝ અને શૂરાની પ્રાઈવસીમાં દખલગિરીને કારણે ફેન્સ થોડા નારાજ થઈ ગયા છે. યુઝર્સનું એવું કહેવું છે કે જ્યારે બંનેને ઠીક લાગશે ત્યારે પ્રેગ્નન્સી અને બેબીના આવવાની એનાઉન્સમેન્ટ કરશે. આ રીતે તેમનો વીડિયો બનાવવો બિલકુલ યોગ્ય નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝ ખાનને પહેલી પત્ની મલાઈકા અરોરાથી પહેલાં જ એક દીકરો છે. મલાઈકા અને અરબાઝે 1998માં લગ્ન કર્યા હતા અને 2017માં બંનેએ ડિવોર્સ લીધો હતો. બંનેને એક દીકરો છે, જેનું નામ અરહાન ખાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button