A R રહેમાનનું ઓસ્કાર વિજેતા સોંગ રહેમાને નહીં પરંતુ આ ગાયકે કમ્પોઝ કર્યું: રામ ગોપાલ વર્મા

ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’ના ‘જય હો’ ગીતને (The song ‘Jai Ho’) બાફ્ટા (BAFTA), ગોલ્ડન ગ્લોબ (Golden Globe) સહિતના અનેક એવોર્ડ મળ્યા હતા. એ.આર.રહેમાન (AR Rahman), જેમણે તેને કમ્પોઝ કર્યું હતું, તેને આ માટે ઓસ્કાર મળ્યો હતો અને આ ગીત માટે તેની ખૂબ પ્રશંસા પણ થઈ હતી. હવે ફિલ્મ નિર્માતા રામ ગોપાલે (Ram Gopal) દાવો કર્યો છે કે આ ગીત એ.આર. રહેમાને નથી કમ્પોઝ કર્યું હતું, તેને ગાયક સુખવિંદર સિંહે (Sukhwinder Singh) કમ્પોઝ કર્યું હતું.
તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ ગીતને લઈને ઘણા દાવા કર્યા છે. તેણે દાવો કર્યો છે કે જે ગીત આખી દુનિયામાં હિટ થયું અને જે ગીત એ.આર. રહેમાનનું છે તે એઆર રહેમાનનું નથી.
રામ ગોપાલે ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રહેમાન ફિલ્મ ‘યુવરાજ’ માટે સંગીત નિર્દેશક તરીકે કામ કરી રહ્યો હતો અને તેના નિર્દેશક સુભાષ ઘાઈ હતા. ગીત કમ્પોઝ કરવાનું હતું પરંતુ રહેમાન કોઈ કામને કારણે લંડનમાં હોવાથી સમયસર સંગીત આપી શક્યા ન હતા. આવી સ્થિતિમાં સુભાષ ઘાઈ તેમના પર ગુસ્સે થઈ ગયા. રામ ગોપાલે જણાવ્યું કે તે સમયે રહેમાને સુખવિંદરને એક ટ્યુન કંપોઝ કરવાનું કહ્યું હતું. સુખવિન્દર સ્ટુડિયોમાં મ્યુઝિક કંપોઝ કરી રહ્યો હતો અને પછી સુભાષ ઘાઈ ત્યાં પહોંચ્યા. તેણે જોયું કે એઆર રહેમાનની જગ્યાએ સુખવિંદર ટ્યુન કંપોઝ કરી રહ્યો હતો. આ જોઈને તેને ગુસ્સો આવ્યો. આ બાબતે રહેમાન અને સુભાષ ઘાઈ વચ્ચે ઝઘડો થયો હતો.
રામ ગોપાલ વર્માએ જણાવ્યું કે સુભાષ ઘાઈએ એઆર રહેમાનને કહ્યું કે તેઓ તેમને ફી તરીકે કરોડો રૂપિયા આપી રહ્યા છે અને તેઓ સુખવિંદર દ્વારા કમ્પોઝ કરેલા ગીતની ધૂન મેળવી રહ્યા છે. રામ ગોપાલે કહ્યું કે સુભાષ ઘાઈએ એઆર રહેમાનને કહ્યું, “હું તમને કરોડો રૂપિયા ચૂકવી રહ્યો છું, તમને મ્યુઝિક ડાયરેક્ટર બનાવ્યા છે અને તમે સુખવિંદર દ્વારા બનાવેલી ધૂન મેળવી રહ્યા છો? મારી સામે આવું કહેવાની તમારી હિંમત પણ છે? જો મારે સુખવિંદરને લેવો હશે તો હું તેને સાઇન કરી લેઈશ. પણ તું કોણ છે મારા પૈસા લેનાર અને સુખવિંદરને મારી ફિલ્મની ટ્યુન કંપોઝ કરવા માટે બોલાવે.”
વર્માના કહેવા પ્રમાણે, એઆર રહેમાને સુભાષ ઘાઈને જવાબ આપ્યો કે તમે મારા નામ માટે પૈસા ચૂકવી રહ્યા છો, મારા સંગીત માટે નહીં. જો હું તેને એનડોર્સ છું તો તે મારું ગીત છે. વર્માએ કહ્યું કે રહેમાને ઘાઈને કહ્યું હતું કે, “શું તમે જાણો છો કે મેં ‘તાલ’નું સંગીત કેવી રીતે બનાવ્યું? કોણ જાણે તે મારા ડ્રાઇવરે બનાવ્યું હતું કે અન્ય કોઈએ.”
રામ ગોપાલ વર્માના જણાવ્યા મુજબ, આ પછી, તે સંગીત ‘યુવરાજ’ ફિલ્મમાં લેવામાં આવ્યું ન હતું અને તે 2008ની ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં લેવામાં આવ્યું હતું અને એઆર રહેમાનને તેના માટે ઓસ્કાર મળ્યો હતો, જોકે તે તેનું સંગીત હતું જ નહીં.