એપ્રિલ ફૂલઃ ટાઈગર શ્રોફના પ્રૅન્કથી ખેલાડી અભિનેતા પણ બચી ન શક્યા

ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં રિલીઝ થવાને માત્ર ગણતરીના દિવસો બાકી છે. માટે જ ફિલ્મના એકટર્સ જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. હાલ બડે મિયાં છોટે મિયાંની મશ્કરીનો એક વીડિયો સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં ટાઈગરે અક્ષય સાથે એવુ પ્રૅન્ક કર્યું જેને જોઈ કોઈનું પણ હાસ્ય છૂટી જશે.
ખરેખર આજે પહેલી એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલના અવસર પર ટાઈગર શ્રોફે અક્ષય કુમારને ખૂબ જ સરળતાથી મૂરખ બનાવાની તરકીબ અપનાવી છે. આ પ્રૅન્કનો વીડિયો ટાઈગરે પોતાના ઈંસ્ટા એકાઉન્ટ પર પણ શરે કર્યો છે. વીડિયોની શરૂઆતમાં ટાઈગર કોકની બોટલને સારી રીતે શૅક કરતા જોઈ શકાય છે. બાદમાં ટાઈગર એ બોટલને ત્યાં જ એક બેન્ચ પર રાખીને લોકો સાથે ગેમ રમવા લાગે છે. એવામાં જ્યારે અક્ષય ત્યાં આવે ત્યારે ટાઈગર તેને એ કોકની બોટલ ખોલીને આપવા કહે છે. જેવા અક્ષય તે બોટલને ખોલે છે કે તુરંત કોલ્ડ ડ્રિંકનું બધુ ફિણ તેના મોઢ પર ઉડે છે. જેને જોઈ ત્યાં હાજર તમામ લોકો હસવા લાગે છે. બાદમાં ખેલાડી કુમાર પણ મજાક કરતા આ ડ્રિંક બાધની ઉપર ઉડાવા લાગે છે. જો કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનો આ ફની વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો : કરીના, તબ્બુ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ક્રુ’એ કરી આશ્ચર્યજનક કમાણી, બોક્સ ઓફિસ પર મચાવી રહી છે ધૂમ
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં 10 એપ્રિલ એટલે કે ઈદના દિવસે રિલીઝ થવાની છે. ફિલ્મ એક એક્શન થ્રિલર અને સાયન્સ ફિક્શન હોવાની છે, જેમાં ટાઈગર અને અક્ષય ખતરનાક સ્ટંટ કરતા જોવા મળશે. બન્નેનું કેરેક્ટર જેટલું ધાંસૂ હશે એટલો જ આ ફિલ્મનો વિલન પણ ધાંસૂ હોવાનો છે. સાથે જ આ ફિલ્મામાં એક્શન સ્ટાર ઉપરંત માનુશી છિલ્લર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એ સિવાય સોનાક્ષી સિન્હા, અલાયા એફ અને રોનિત રોયનું પણ નામ સામે આવ્યું છે.