બૉયફ્રે્ન્ડને છોડી janhvi-kapoor કોની સાથે કરી રહી છે રોમાન્સ
બોલીવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર janhvi-kapoor પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં બિઝી છે, પણ હાલમાં તેની ફિલ્મ નહીં પણ તે ચર્ચામાં છે. જાહ્નવીના અમુક ફોટા વાયરલ થયા છે, જેમાં તે ગંગા નદી કિનારે કોઈક સાથે રોમાન્ટિક મૂડમાં દેખાય છે. જાહ્નવીનો અફેર શિખર પહાડીયા સાથે હોવાની વાતો વાયરલ થઈ છે. બન્ને જાહેરમાં પણ ઘણીવાર સાથે દેખાયા છે. પણ આ ફોટામાં શિખરને બદલે બીજું કોઈ છે.
ગંગાના કિનારે એક વ્યક્તિ સાથે ખુલ્લેઆમ ફ્લર્ટ કરતી જોવા મળી હતી. જેનો વીડિયો અને તસવીરો હવે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જાહ્નવીએ સુંદર સાડી પહેરી હતી અને અંબોડા પર વેણી ગૂંથી હતી. ભારતીય નારી તરીકે સુંદર લાગતી જાહ્નવી જેની સાથે રોમાન્ટિક મૂડમાં દેખાય છે તે વ્યક્તિ બીજી કોઈ નહીં પણ તેનો કો-સ્ટાર રાજકુમાર રાવ છે.
જે ટૂંક સમયમાં અભિનેત્રી સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહી mr-and-mrs-mahi માં જોવા મળશે. આ બંને પોતાની ફિલ્મનું પ્રમોશન જોરશોરથી કરી રહ્યા છે. હાલમાં જ આ રીલ લાઈફ કપલ બનારસ પહોંચ્યું હતું. જ્યાં બંનેએ પહેલા ગંગા આરતી કરી અને પછી એકબીજા સાથે ખૂબ જ રોમેન્ટિક પોઝ આપ્યા. આ તસવીરો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
બનારસમાં ફિલ્મ પ્રમોશન દરમિયાન જાહ્નવી કપૂર ફરી એકવાર સાડીમાં જોવા મળી હતી. એક્ટ્રેસનો આ લૂક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.