મનોરંજન

સાત મહિના બાદ અનુષ્કા ભારત પાછી ફરશે? આ ઇન્સ્ટા સ્ટોરીએ જગાવી ચર્ચા

લંડન: સ્ટાર ક્રિકેટર તેમ જ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ફેબ્રુઆરી મહિનામાં બીજી વખત માતા-પિતા બન્યા હતા. અનુષ્કાએ પુત્ર અકાયને જન્મ આપ્યો ત્યારથી જ તે લંડનમાં છે. અકાયના જન્મને સાત મહિના થઇ ગયા છે અને અનુષ્કા અને વિરાટના ફેન્સ હજી સુધી અકાયની એક ઝલક જોવા મળે તેની રાહ જોઇ રહ્યા છે.

જોકે, અનુષ્કા લંડનમાં છે અને સોશિયલ મીડિયામાં અકાયની તસવીરો શેર નથી કરતી કે નથી હજી સુધી કોઇ પેપેરાઝી અકાયની તસવીર પોતાના કેમેરામાં કેદ કરવામાં સફળ થયો. પરંતુ ટૂંક સમયમાં વિરાટ અને અનુષ્કાના ફેન્સને અકાયને જોઇ શકે તેવું જણાય છે.

અનુષ્કાના ફેન્સ પણ તે લાંબા સમયથી લંડનમાં પતિ વિરાટ અને બાળકો સાથે ફેમિલી ટાઇમ વીતાવી રહી હોવાથી તેને ખૂબ મિસ કરી રહ્યા છે. જોકે, હાલમાં જ અનુષ્કાએ સોશિયલ મીડિયામાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી મૂકી હતી.

આ પણ વાંચો: તો શું હવે કરિશ્મા કપૂરની દીકરી પણ કરશે બોલીવૂડમાં પર્દાપણ

આ સ્ટોરીમાં તે એક જાહેરાત કરતી દેખાય છે અને આ જાહેરાત એક કોન્ટેસ્ટની હતી. આ કોન્ટેસ્ટ એટલે કે હરિફાઇમાં જે પણ જીતશે તેને અનુષ્કાને મુંબઈમાં મળવાનો મોકો મળશે. જાહેરાતના અંતમાં અનુષ્કા ‘જલ્દ હી મિલતે હૈ’ પણ કહે છે. એટલે કે ટૂંકમાં તે પોતાના લકી ફેનને મુંબઈમાં મળી શકે. હવે બહાનું ભલે જાહેરાતનું અને કોન્ટેસ્ટના વિજેતાને મળવાનું હોય, અનુષ્કાના ફેન્સ તો તે મુંબઈ આવે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અનુષ્કાએ લંડનમાં જ અકાયને જન્મ આપ્યો હતો અને ત્યારથી તે લંડનમાં જ છે. વિરાટ કોહલી, પુત્રી વામીકા અને અકાય સાથે અનુષ્કા ઘણો સારો ક્વોલિટી ફેમિલી ટાઇમ વીતાવી રહી છે. જોકે, તેના ફેન્સ તેના ભારત આવવાની અને તેને ફિલ્મી પડદે ક્યારે જોઇ શકાશે તેનો ઇંતેજાર કરી રહ્યા છે. હવે અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ‘જલ્દ મિલતે હૈ’ એવું કહીને પોતાના ફેન્સનો ઇંતેજાર વધુ ઉગ્ર તો બનાવી જ દીધો છે, પરંતુ સાથે સાથે એક ઉમ્મીદ પણ જગાવી છે કે તે ટૂંક સમયમાં ભારત પાછી આવશે. હવે ખરેખર અનુષ્કા પોતાના ક્યુટ બાળકો સાથે ક્યારે દેખા દેશે, એ જોવું રહ્યું.

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો