Anushka Sharma આવી મુંબઈ? પેપ્ઝને દેખાડી દીકરા Akaayની પહેલી ઝલક?
Anushka Sharma-Virat Kohliએ હાલમાં જ પોતાના બીજા બાળકને જન્મ આપ્યો હતો અને બંને જણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ગૂડ ન્યૂઝ પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. અનુષ્કાએ લંડન ખાતે પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. એક તરફ વિરાટ કોહલી હાલમાં જ્યારે આઈપીએલ-2024માં બિઝી છે ત્યાં મળી રહેલી માહિતી પ્રમાણે અનુષ્કા શર્મા ભારત પછી ફરી છે.
એવી અફવાઓ ઉડી રહી હતી કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જાન્યુઆરી મહિનામાં જ યુકે જવા માટે રવાના થયા હતા અને દીકરા અકાયના જન્મ બાદ વિરાટ પણ દીકરી વામિકા સાથે લંડનમાં જોવા મળ્યો હતો.
જોકે, હવે મળી રહેલી માહિતી પ્રમાણે અનુષ્કા શર્મા ભારત પાછી ફરી છે અને તેણે એરપોર્ટ પોતાના દીકરા અકાયની પહેલી ઝલક દેખાડી છે. આ સાથે જ એક્ટ્રેસે પેપ્ઝને પ્રોમિસ પણ કર્યું છે કે તે ટૂંક સમયમાં જ ફોટો ક્લિક કરાવવા માટે સામે આવશે, પણ ત્યારે કે જ્યારે બાળકો એની સાથે નહીં હોય.
પેપ્ઝના મતે અનુષ્કા શર્માએ એરપોર્ટ પર દીકરા અકાયની એક ઝલક દેખાડી અને ટૂંક સમયમાં જ ફોટો ક્લિક કરાવવાનું પ્રોમિસ પણ આપ્યું છે. તે ખૂદ પોઝ આપશે પણ ત્યારે જ્યારે બાળકો તેની આસપાસમાં નહીં હોય. ભલે એક્ટ્રેસે હાલમાં પેપ્ઝને પોતાના બંને બાળકોના ફોટો ક્લિક કરવાની મનાઈ ફરમાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં અનુષ્કા અને વિરાટે બીજા સંતાનના જન્મના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કર્યા હતા. 2017માં બંને જણે લગ્ન કરી લીધા હતા અને 2021માં વામિકાનો જન્મ થયો હતો