Anushka Sharma Diet સિક્રેટ: ખાણીપીણી માટે અનુષ્કાની પહેલી પસંદ શું છે?

અનુષ્કા શર્મા હાલમાં બોલિવૂડથી દૂર છે, પરંતુ કોઈને કોઈ કારણોસર તે લાઇમલાઇટમાં રહે છે. અનુષ્કા તેના ફેશન સ્ટેટમેન્ટ અને ફિટનેસ માટે હેડલાઇન્સમાં રહે છે. મિસિસ કોહલી એટલે અનુષ્કા સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે. તેને સાકર બિલકુલ ખાતી નથી. આ સિવાય અનુષ્કા ગાય-ભેંસનું દૂધ પણ પીતી નથી. તે ઘરે બનાવેલું બદામનું દૂધ પીવે છે. અભિનેત્રીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો.
અનુષ્કાએ એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે હંમેશાં કેટલીક વસ્તુઓને ટાળે છે. અનુષ્કાએ કહ્યું હતું કે, હું ખાંડ નથી લેતી. હું દૂધ અને દૂધની બનાવટો ખાતી નથી. હું આમળાં, બાજરી, જુવાર અને કિંનુઆમાંથી બનેલી રોટલી ખાઉં છું.
આપણ વાંચો: બોલિવૂડમાં ડેબ્યુ કરતા જ હિટ થઇ ગઇ અનુષ્કા શર્માની બહેન
આ સિવાય અનુષ્કાએ કહ્યું હતું કે તે બજારનું દૂધ નથી પીતી. તેમને બજારના દૂધનો સ્વાદ પસંદ નથી. તેણે ઘરે બનાવેલા બદામના દૂધની રેસિપી પણ શેર કરી હતી. અનુષ્કા તેના નાસ્તામાં પ્રોટીનયુક્ત આહાર લે છે. એકવાર તેણે હેલ્ધી દહીં અને મુસળીનો ફોટો શેર કર્યો હતો. તે નાસ્તામાં ઈડલી સાંભાર ખાવાનું પણ પસંદ કરે છે.
અનુષ્કા લગભગ ૧૧-૧૨ વાગ્યે લંચ કરે છે. તે લંચમાં દાળ, રોટલી અને શાકભાજી ખાય છે. અનુષ્કાને ઘરનું ભોજન પસંદ છે. તેને બટેટાનું શાક ખૂબ જ પસંદ છે.
તેના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અનુષ્કા રાતનું ભોજન પણ વહેલું કરી લે છે. તેણે કહ્યું હતું કે તેની પુત્રી વામિકા વહેલી સુઈ જતી હોવાથી તે ૫.૩૦ સુધીમાં ડિનર કરી લે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ સિવાય તે ફિલ્મ આર્ટમાં પણ જોવા મળી હતી.