અનુષ્કા સેન મોનોકિની પહેરીને પુલમાં ઉતરીઃ ચાહકો દંગ રહી ગયા…

અનુષ્કા સેન ટીવી ઇન્ડસ્ટ્રીની એક જાણીતી યુવા અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેણે ખૂબ જ નાની ઉંમરે પોતાના અભિનય અને સ્ટાઈલથી લાખો લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે.
આજે ફરી તેણે તેના ફોટાથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તેની નવી તસવીરોમાં તે પુલમાં લાલ મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે, જેમાં તેનો સુંદર લૂક ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.

તેના ફોટામાં, તે ખૂબ કોન્ફિડન્ટ સાથે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. દરેક ફોટામાં તેની અલગ અલગ સ્ટાઈલ જોવા મળી રહી છે. અભિનેત્રીએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું છે – ‘મરમેઇડ ડેઝ.’ હવે ચાહકો અભિનેત્રીના આ ફોટા પર ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
એક ચાહકે કહ્યું – ‘લાલ પરી’, જ્યારે કોઈએ લખ્યું – ‘તું ખૂબ જ સુંદર લાગે છે, તારી તસવીર મારો દિવસ બનાવી દે છે.’ અનુષ્કા સેને ટીવી શો ‘બાલવીર’ માં મહેક તરીકે ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

અનુષ્કા સેને 2024માં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી શ્રેણી ‘દિલ દોસ્તી ઔર ડીલેમા’માં જોવા મળી હતી. અનુષ્કાએ ‘હૈ જુનૂન’ શ્રેણીમાં પણ કામ કર્યું હતું. હવે તે એક કોરિયન ફિલ્મમાં જોવા મળશે.
આ પણ વાંચો…અભિનેત્રી અનુષ્કા સેને વેકેશનની મોજ માણતી તસવીરો કરી પોસ્ટ, જોઈ લો બોલ્ડ અંદાજ