મનોરંજન

અનુપમાના અનુજની પત્ની જોવા મળશે સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસમાં?

બિગ બોસ લવર્સ ખૂબ જ આતુરતાપૂર્વક બિગ બોસની નવી સિઝન ક્યારે શરૂ થાય એની રાહ જોઈ રહ્યા છે અને અંકિતા લોખંડેથી લઈને ઈશા માલવિયા સુધીના નામો પર કન્ટેન્સ્ટન્ટ તરીકે મંજૂરીની મહોરા લગાવવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.

હવે આ જ સિલસિલામાં એક એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે ટીવીના પોપ્યુલર શો અનુપમાના અનુજ કાપડિયાની પત્નીનું નામ પણ આ શો સાથે જોડવામાં આવી રહ્યું છે. અહં… તમે કંઈ ગેરસમજ કરો એ પહેલાં તમને જણાવી દઈએ કે ભાઈ અહીંયા અનુજની રીલ લાઈફ પત્ની અનુપમા એટલે કે રૂપા ગાંગુલી નહીં પણ રિયલ લાઈફ પત્ની આકાંક્ષા ચમોલાની વાત થઈ રહી છે.

વાત જાણે એમ છે કે હાલમાં જ ગૌરવ ખન્ના સાથે પત્ની આકાંક્ષાને રિપોર્ટરે બિગ બોસ સંબંધિત સવાલ કર્યો હતો. આકાંક્ષાને એવું પૂછવામાં આવ્યું હતું કે શું તે બિગ બોસ પર હાથ અજમાવવા માગે છે કે કેમ? આ સવાલના જવાબમાં આકાંક્ષાએ જણાવ્યું હતું કે હા કેમ નહીં? ગૌરવ કદાચ મારી સાથે આ શોમાં નથી દેખાવા માગતો, પણ જો તમને ચાન્સ મળશે તો હું ચોક્કસ જ બિગ બોસમાં જવા માંગીશ.

શું તે બિગ બોસને ફોલો કરે છે કે એવા સવાલના જવાબમાં આકાંક્ષાએ જણાવ્યું હતું કે હા એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલું ખબર પડે છે એટલું હું અપડેટેડ હોઉં છું. હા એને 24 કલાક ફોલો નથી કરતી.

હવે જોવાની વાત એ છે કે શું ખરેખર આકાંક્ષા બિગ બોસ-17માં આવે છે કે કેમ? અત્રે ઉલ્લેખનીય છે કે આકાંક્ષા અનેક નાના-મોટા શોમાં કામ કરી ચૂકી છે જેમાં ભૂતુ કલર્સ ચેનલના ટીવી શો સ્વરાગિનીનો સમાવેશ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button