અનુપમ ખેરની ફિલ્મ તન્વી ધ ગ્રેટ આજે થઈ રિલીઝ, મેકર્સે આપી BOGO ઓફર | મુંબઈ સમાચાર
મનોરંજન

અનુપમ ખેરની ફિલ્મ તન્વી ધ ગ્રેટ આજે થઈ રિલીઝ, મેકર્સે આપી BOGO ઓફર

મુંબઈઃ બોલિવુડ અભિનેતા અનુપમ ખેરની એક ફિલ્મ આજે બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. તન્વી ધ ગ્રેટ છેલ્લા ઘણાં સમયથી ચર્ચમાં હતી. કાન્સ બાદ રાષ્ટ્રપતિ ભવનમાં પણ આ ફિલ્મનું પ્રીમિયર ગોઠવવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ આ ફિલ્મની ખૂબ જ સરાહના થઈ હતી. આજે આ ફિલ્મ બોક્સ ઓફિસમાં રિલીઝ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ પર ટકી રહેવું આ ફિલ્મ માટે અગ્નિપરીક્ષા સમાન રહેવાનું છે. કારણે કે, ‘તન્વી ધ ગ્રેટ’ બોક્સ ઓફિસ પર આજે નિકિતા રોયપણ રિલીઝ થઈ છે.

‘તન્વી ધ ગ્રેટ’ ફિલ્મની એક ટિકિટ પર બીજી એક ટિકિટ ફ્રી મળશે

‘તન્વી ધ ગ્રેટ’ ફિલ્મ માટે અનુપમ ખેર અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મ માટે ખૂબ જાહેરાત કરી હતી. આજે આ ફિલ્મની એક ટિકિટ પર બીજી એક ટિકિટ ફ્રી આપવામાં આવશે. આ સાથે તરણ આદર્શે લખ્યું હતું કે, ‘તન્વી ધ ગ્રેટ’ના નિર્માતાઓએ BOGO (Buy One, Get One) ઓફરની જાહેરાત કરી છે. રિલીઝના દિવસે બુક માય શો પર Buy One, Get One ઓફર શરૂ કરી છે. આમાં, એક ટિકિટ ખરીદો અને વધુ એક ટિકિટમાં ફ્રીમાં મેળવો’ની જાહેરાત કરવામાં આવી છે.

‘તન્વી ધ ગ્રેટ’ પહેલા દિવસે કેટલા રૂપિયાની કમાણી કરશે?

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અનુપમ ખેરની ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 15થી 20 લાખ રૂપિયાની કમાણી કરશે તેવો અંદાજ છે. કારણ કે, આ ફિલ્મને ટક્કર આપવા માટે સૈયારા, નિકિતા રોય અને ગુજરાતી ફિલ્મી સંઘવી એન્ડ સન્સ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર દસ્તક દીધી છે. ‘તન્વી ધ ગ્રેટ’ ફિલ્મથી અનન્યા પાંડેનો પિતરાઈ ભાઈ અહાન પાંડે બોલિવુડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. હવે ફરી એક નવા સ્ટારે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે.

અનુપમ ખેરે પણ આ ફિલ્મમાં અભિનય કર્યો છે

આ ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’થી શુભાંગી દત્ત પણ બોલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં તેણીએ એક ઓટીસ્ટીક વ્યક્તિની ભૂમિકા ભજવી છે. અનુપમ ખેરે પોતે આ ફિલ્મ લખી, દિગ્દર્શિત કરી અને જાતે જ નિર્માણ કરી છે. એટલું જ નહીં પરંતુ આ ફિલ્મમાં અભિનય પણ કર્યો છે. અનુપમ ખેર સાથે આ ફિલ્મમાં પલ્લવી જોશી, બોમન ઈરાની, જેકી શ્રોફ અને કરણ ટેકર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો…લફરાબાજ પતિ, બગડેલ દીકરો, છતાં આ શ્રીમંત અભિનેત્રીએ સંસાર નિભાવ્યો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button