
બોક્સ ઓફિસ પર હાલમાં ફિલ્મ સૈયારાનો જાદુ જોવા મળી રહ્યો છે પરંતુ શું તમને ખબર છે આ ફિલ્મ સૈયારા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર (Anupam Kher) માટે મુશ્કેલીનું કારણ બની છે. આ ફિલ્મને કારણે જ અનુપમ ખેર દેવામાં ડૂબી ગયા છે અને આ વાતનો ખુલાસો ખુદ અનુપમ ખેરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો છે. એટલું જ નહીં પણ તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ ફિલ્મની સ્ટારકાસ્ટને હજી પૈસા પણ નથી ચૂકવી શક્યા. આવો તમને આ પાછળની આખી સ્ટોરી જણાવીએ-
વાત જાણે એમ છે કે જે દિવસે પિલ્મ સૈયારા રિલીઝ થઈ એ જ દિવસે ફિલ્મ નિકિતા રોય ફિલ્મ તન્વી ધ ગ્રેટ પણ રિલીઝ થઈ. પરંતુ બોક્સ ઓફિસ પર બસ સૈયારાની જ વાતો થઈ રહી છે. સૈયારાની આંધીમાં તન્વી ધ ગ્રેટ અને નિકિતા રોય બંને ફિલ્મ સાવ ધોવાઈ ગઈ હતી. સૈયારાએ જ્યાં 200 કરોડથી વધુની કમાણી કરી છે ત્યાં અનુપમ ખેરની ફિલ્મ તન્વી ધ ગ્રેટ રૂપિયા 2 કરોડ જેટલી જ કમાણી કરી શકી છે.
આ પણ વાંચો: સૈયારાએ બોલીવૂડના ખેરખાંઓની ફિલ્મોને પછાડીઃ આઠ દિવસમાં છાપી નાખ્યા આટલા કરોડ…
અનુપમ ખેરે ખુદ એક ઈન્ટરવ્યું જણાવ્યું હતું કે તન્વી ધ ગ્રેટ ફિલ્મ બનાવવા માટે 50 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, પણ તેને જોઈએ એવી સફળતા નથી મળી. એટલું જ નહીં પણ આ ફિલ્મને કારણે મને નુકસાન પણ થયું છે. પ્રોજેક્ટ પર ઈન્વેસ્ટ કરનારા લોકોએ હાથ પાછા ખેંચી લીધા ત્યારે તેમણે મિત્રો અને ઓળખીતા લોકો પાસેથી પૈસા લઈને આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ પૈસા પર નહીં પણ ભરોસા પર બની હતી.
અનુપમ ખેરે આ ખુદ સ્વીકાર્યું હતું કે આ ફિલ્મમાં કામ કરનારા સ્ટાર્સને તેમની ફી નથી ચૂકવી શકાઈ. આ ફિલ્મમાં જેકી શ્રોફ, અર્જુન સ્વામી, પલ્લવી જોશી, બમન ઈરાની જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટાર્સે ફી લીધા વિના ફિલ્મમાં કામ કર્યું જે એક મિસાલ સમાન છે.
આ પણ વાંચો: બોક્સ ઓફિસમા સૈયારા સહિત બે ફિલ્મોએ મારી એન્ટ્રી, જાણો કઈ ફિલ્મે કેટલું કર્યું કલેક્શન
ફિલ્મ તન્વી ધ ગ્રેટની સ્ટોરી એક ઓટિસ્ટિક છોકરીની જર્ની પર આધારિત છે, જે ભારતીય સૈન્યમાં છે. અનુપમ ખેરે આ ફિલ્મ લખવાની સાથે સાથે જ ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મમાં તેમણે એક્ટિંગ પણ કરી છે. અનુપમ ખેરે આ ફિલ્મ વિશે કહ્યું હતું કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોય પણ તેમના માટે એક ઈમોશનલ અને ક્રિયેટિવ એક્સપિરિયન્સ રહ્યો હતો. આ ફિલ્મ બનાવવાનો તેમને કોઈ પસ્તાવો ના હોવાનું પણ તેમણે કબૂલ્યું હતું.