Aishwarya Rai બચ્ચનના ટ્રોલર્સને આ માણસે આપ્યો સટીક જવાબ
મિસ વર્લ્ડ બની ભારતને ગૌરવ અપાવનાર ઐશ્વર્યા રાય બચ્ચન સુંદરતાનો પર્યાય છે, તેમ કહેવામાં ખોટું નથી. નાજૂકનમણો ચહેરો, ભૂરી આંખો અને દિલકશ સ્મિત કોઈને પણ ઘાયલ કરી દે છે. એશના નામથી જાણીતી આ હીરોઈનનું ફેન ફોલોઈંગ દેશમાં નહીં વિદેશમાં પણ ઘણું છે. જોકે છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા પર એશના આઉટફીટ્સ, મેકઅપ-જ્વેલરી અને વધી ગયેલા બૉડીને નિશાન બનાવવામાં આવે છે અને તેને ટ્રોલ કરવામાં આવે છે.
Cannes Film Festivalની રેડ કાર્પેટ ઈવેન્ટ બાદ તાજેતરમાં યોજાયેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નના વિવિધ સમારંભોમાં પણ તેના લૂકને ટ્રોલ કરવામાં આવ્યો હતો. એક તો આ સમારંભોમાં એશ અને અભિના બગડેલા સંબંધોની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે બીજી બાજુ તેને આ રીતે પણ સતાવવામાં આવી રહી છે ત્યારે મૂળ ભારતનો પણ વિદેશમાં સ્થાયી થયેલા Haroon Rashid નામના એક જર્નાલિસ્ટે આ રૂપસુંદરીના ટ્રોલર્સનું મોઢું બંધ કરી નાખ્યું છે.
તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલમાં પોસ્ટ કરી છે કે એશ હંમેશાંથી રાણી હતી અને રહેશે. તેણે એમ પણ લખ્યું છે કેમ લોકો ભલે તેના દેખાવ કે ડ્રેસિંગની ટીકા કરે પણ તે ગ્લોબલ સુપરપાવર છે. તેણે આ વાત સાબિત કરવા ઉદાહરણ પણ આપ્યા કે ગયા વર્ષે અંબાણી પરિવારના જીયો કન્વેશનલ સેન્ટરના ઉદ્ઘાટન વખતે અમેરિકાની સુપર મોડલ અને ટીવી પર્સનાલિટી Gigi Hadidએ એશ સાથેની પોતાની તસવીર શેર કરી હતી.
બે દિવસ પહેલાના શુભ આશીર્વાદ સમારંભમાં જગપ્રસિદ્ધ ટીવી સ્ટાર Kim Kardashianએ પણ એશ સાથેની સેલ્ફી શેર કરી પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર તેને રાણી ગણાવી હતી. આખા બોલીવૂડના સિતારા મોજૂદ હોવા છતાં ઈન્ટરનેશનલ પર્સનાલિટી ઐશ્વર્યા સાથે તસવીર ખેંચાવી તેને દુનિયાની સામે મૂકે તે વાત જ સાબિત કરે છે કે તે ઈન્ટરનેશનલ લેવલે પ્રખ્યાત છે. લોકો તેની ફિલ્મો જોતા નથી તો પણ તેને ઓળખે છે. તે પહેલી એવી અભિનેત્રી છે જેણે સરહદ પાર પણ ભારતને નામના અપાવી છે.
હારૂનની આ પૉસ્ટ બાદ અભિનેત્રી ભૂમિ પેડણેકર અને સોનમે પણ પોસ્ટ કરી છે. ભૂમિએ ઈમોજી દ્વારા તેને સમર્થન આપ્યું છે સોનમે તેને આ વાત અભિવ્યક્ત કરવા બદલ થેંક્સ કહ્યું છે.