મનોરંજન

બોલીવૂડની વધુ એક એક્ટ્રેસ થઈ ડીપફેક વીડિયોનો શિકાર…

રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટ, કાજોલ સુધીની એક્ટ્રેસ ડીપફેક વીડિયોનો શિકાર બની ચૂકી છે અને હવે આ યાદીમાં વધુ એક એક્ટ્રેસનું નામ જોડાઈ ચૂક્યું છે. બી-ટાઉનની એક્ટ્રેસ નોરા ફતેહી ડીપફેક વીડિયોનો શિકાર બની છે અને તેણે ખુદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ બાબતની માહિતી આપી હતી. નોરાએ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે વીડિયો જોઈને ખુદ ચોંકી ઉઠી હતી.

નોરા ફતેહીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ બાબતની માહિતી આપી હતી. આ વીડિયોમાં એઆઈનો ઉપયોગ કરીને એકદમ નોરા જેવી દેખાડી યુવતીનો વીડિયો બનાવવામાં આવ્યો છે. જેવી આ વાઈરલ વીડિયો પર નોરાનું ધ્યાન ગયું તે તેણે તરત જ એને શેર કર્યો હતો. આ સાથે જ તેણે ફેન્સને જણાવ્યું હતું કે આ પોસ્ટ પર બિલકુલ ભરોસો ના કરશો, આ ફેક છે.

એક ફેક એકાઉન્ટ પરથી નોરા ફતેહીનો આ બનાવટી વીડિયો અને પોસ્ટર શેર કરવામાં આવ્યો છે. જેમાં કોઈ મોડર પર એઆઈ ટૂલની મદદથી નોતા ફતેહીનો ચહેરો લગાવવામાં આવ્યો છે. નોરાએ ફેક ડીપફેક વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે આ ફેક છે. વીડિયોમાં તે દેખાઈ રહી છે પણ તે છે નહીં. હું ખુદ આ બધું જોઈને હેરાન થઈ ગઈ છે.

ચોંકાવનારી વાત તો એ છે કે આ વીડિયોને હજી સુધી ડિલીટ નથી કરવામાં આવ્યો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી રશ્મિકા મંદાનાથી લઈને આલિયા ભટ્ટનો પણ ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહ્યો છે. હાલમાં જ દિલ્હી પોલીસે રશ્મિકાના ડીપફેક વીડિયો કેસમાં 24 વર્ષના એક છોકરાની આંધ્ર પ્રદેશથી ધરપકડ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button