વધુ એક અભિનેત્રી બની કાસ્ટિંગ કાઉચનો ભોગ, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

ચેન્નઈઃ હોલીવુડ, બોલીવુડ જ નહીં, પરંતુ દક્ષિણની અભિનેત્રીઓ પણ હવે કાસ્ટિંગ કાઉચનો ભોગ બની રહી છે, જેમાં તાજેતરમાં જાણીતી તમિળ અભિનેત્રી કાસ્ટિંગ કાઉચનો ભોગ બન્યાનો દાવો કરીને ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો છે.
14 મિનિટની વીડિયો ક્લિપ
તમિળ અભિનેત્રી શ્રુતિ નારાયણનના એક વીડિયોએ ઓનલાઈન ધમાલ મચાવી દીધી છે. રેડિટ પર 14 મિનિટની આ ક્લિપ ઝડપથી વાઈરલ થઈ રહી છે. કહેવાય છે કે તે એક ખાનગી ઓડિશન દરમિયાન રેકોર્ડ કરવામાં આવી હતી. કથિત રીતે આ ક્લિપ તમિળ ફિલ્મ ઉદ્યોગમાં કાસ્ટિંગ કાઉચની ભોગ બની હોવાની જાહેરાત કરી છે.
આપણ વાંચો: રશ્મિ દેસાઇએ કાસ્ટિંગ કાઉચને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું “ઇંટરવ્યૂ માટે ગઈ અને…
સોશિયલ મીડિયા પર વાયરલ
અનવેરિફાઈડ હોવા છતાં આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોએ તેની ચર્ચા શરૂ કરી દીધી છે. તેને ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહ્યો છે અને હજારો વખત લોકોએ જોયો હોવાનું કહેવાય છે.
આપણ વાંચો: કાસ્ટિંગ કાઉચનો આરોપમાં ફસાયા છે આ અભિનેતા, ડિરેક્ટર્સ
કોણ છે શ્રુતિ નારાયણન?
શ્રુતિ નારાયણન ચેન્નઈની 24 વર્ષીય અભિનેત્રી છે, જે ફિલ્મોમાં પ્રવેશતા પહેલા ‘સિરાગાડીક્કા અસાઈ’ જેવા તમિળ ટીવી શોથી લોકપ્રિય થઈ હતી. તે સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે, Instagram પર તેના 420K ફોલોઅર્સ છે.
તેના કામ અને જીવન વિશેની વ્યક્તિગત વાતો પણ શેર કરે છે. તાજેતરમાં તેણે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર્સનલ કર્યું હતું. તેની સાથે કામ કરનારા લોકોનું કહેવું છે કે તે એક મહેનતુ પ્રોફેશનલ છે જેને સારી સ્ટોરી પર કામ કરવાનું પસંદ છે. તે હંમેશાં એવા પાત્રો પસંદ કરે છે જે લોકોને ગમે.
આપણ વાંચો: 19 વર્ષે કાસ્ટિંગ કાઉચનો ભોગ બન્યાનો ટીવી અભિનેત્રી કર્યો દાવો, ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ
વીડિયોની વાસ્તવિકતાની પુષ્ટિ થઈ નથી
આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી છે. કેટલાક યુઝર્સે આક્રોશ વ્યક્ત કર્યો, ફૂટેજમાં કથિત રીતે દર્શાવવામાં આવેલા શોષણની ટીકા કરી, જ્યારે અન્ય લોકોએ વીડિયોની વાસ્તવિકતા અંગે પણ સવાલો કરવામાં આવ્યા હતા.
જોકે, વીડિયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આ ઉપરાંત, આજે અત્યાર સુધીમાં પોલીસ અથવા ઉદ્યોગ સંગઠનોમાં કોઈ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
શ્રુતિ નારાયણનના કેસની તુલના અગાઉ વિખ્યાત અભિનેત્રીઓ જેમ કે ત્રિશા ક્રિષ્નન અને અમલા પોલની ઘટનાઓ સાથે કરવામાં આવી છે , જેઓ પાછળથી ખોટા હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.