નેશનલમનોરંજન

અન્નુ કપૂરની `હમારે બારહ’ વિવાદોમાંઃ અજિત પવારની એનસીપીએ નોંધાવ્યો વિરોધ

પીઢ અભિનેતા અન્નુ કપૂરની ફિલ્મ Hamare Barah વિવાદોના વર્તુળમાં આવી રહી છે. નિર્દેશક કમલ ચંદ્રાની આ ફિલ્મમાં અન્નુ કપૂરની સાથે પાર્થ સમથાન, અશ્વિની કાલસેકર અને પરિતોષ તિવારી જેવા કલાકારો પણ છે. થોડા દિવસો બાદ સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મને લઈને વિવાદ વધી રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર તેના ટાઈટલ અને કન્ટેન્ટને લઈને લોકોના વિરોધનો સામનો કરી રહેલી આ ફિલ્મ હવે એક રાજકીય પક્ષ પણ નારાજ છે.

હાલમાં જ અન્નુ કપૂરની ફિલ્મ હમારે બારહનું ટ્રેલર રિલીઝ થયું હતું, જે બાદ તેના પર વિવાદ શરૂ થયો હતો. હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)એ મહારાષ્ટ્રના વાશિમમાં આ ફિલ્મ વિરુદ્ધ અરજી આપી છે અને ફિલ્મની રિલીઝને રોકવા અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. જિલ્લાના કારંજા શહેરમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખના લેટર હેડ પર મુસ્લિમ સમાજના લોકોએ પણ જિલ્લા અધિકારી સમક્ષ ફિલ્મના નિર્દેશક અને ટીમ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

Read this….નાઇટ વિઝન ગોગલ્સની મદદથી રાત્રે કરાયું C-130J યુધ્ધ વિમાનનું લેન્ડિંગ, જુઓ વીડિયો

રાષ્ટ્રવાદી પાર્ટીના એક કાર્યકર્તાએ કહ્યું કે આ ફિલ્મ મુસ્લિમો પર બનાવવામાં આવી છે, તેનાથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું, અમે જિલ્લા અધિકારીને એક મેમોરેન્ડમ આપ્યું છે જેમાં અમે ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ અને તેના નિર્દેશક અને સમગ્ર કાસ્ટ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.’

હાલમાં જ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક મુસ્લિમ પરિવારની વાર્તા બતાવવામાં આવી છે. ટ્રેલર રિલીઝ થયા પછી જ લોકોએ સોશિયલ મીડિયા પર તેના વિશે વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે ફિલ્મના કલાકારો અને ક્રૂને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ આપવામાં આવી રહી છે અને નિર્માતાઓએ તેની વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં જ અન્નુ કપૂરે લોકોને અપીલ કરી હતી કે પહેલા ફિલ્મ જુઓ અને પછી નક્કી કરો કે તેમાં કંઈ વાંધાજનક છે કે નહીં.

અગાઉ આ ફિલ્મનું ટાઈટલ હમ દો હમારે બારહ હતું, જે બદલીને હવે માત્ર હમારે બારહ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ 7 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રાજકીય વિરોધ બાદ આ ફિલ્મ થિયેટરોમાં પહોંચે છે કે નહીં.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker