શાહિદ કપૂરની સ્પેન ટુરના ફોટો અને વીડિયો થયા વાયલર, અપકમિંગ ફિલ્મની જાહેરાતે ફેન્સનો વધાર્યો ઉત્સાહ

મુંબઈ: બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા શાહિદ કપૂરે તેની અપ કમિંગ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. જેની જાહેરાત તેણે તાજેતરમાં પોતાની સોશીયલ મીડિયા પોસ્ટથી કરી હતી. હાલ આ ફિલ્મનું ઔપચારિક નામ જાહેર થયું નથી, પરંતુ મીડિયા અહેવાલો પ્રમાણે આ ફિલ્મનું નામ ‘રોમિયો’ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. શાહિદે આ ફિલ્મના ઘણા સીનનું શૂટિંગ સ્પેનમાં પણ કર્યું છે, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો વીડિયોને જોઈ ફિલ્મ રિલીઝને લઈ દર્શકમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અભિનેતા અવિનાશ તિવારીએ સોશીયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી અને અવિનાશ તિવારી સ્પેનના સુંદર રસ્તાઓ પર સ્પોર્ટ્સ કારમાં મુસાફરી કરતા જોવા મળે છે. વીડિયોમાં શાહિદ અને અવિનાશ કારને ઝડપથી ચલાવી રહ્યા છે, જ્યારે તૃપ્તિ મસ્તી કરતી જોવા મળી રહી છે. રસ્તાની બાજુના દૃશ્યોની સુંદરતાએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે, અને આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વિશાલ ભારદ્વાજની પ્રશંસા
શાહિદ કપૂરે ફિલ્મની શૂટિંગ પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે આ ફિલ્મે તેને એક અલગ પાત્ર ભજવવાનો અવસર આપ્યો છે. શાહિદે દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની પ્રશંસા કરતા કહ્યું કે તેની સાથે કામ કરવું એ દર વખતે નવી દુનિયામાં પ્રવેશવા સમાન છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બંનેએ ‘કમીને’, ‘હૈદર’ અને ‘રંગૂન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
શાહિદે ફિલ્મનું નામ જોકે ખુલાસો ન કર્યો, પરંતુ તેમણે જણાવ્યું કે આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી, દિશા પટાણી, અવિનાશ તિવારી, નાના પાટેકર અને ફરીદા જલાલ જેવા સ્ટાર્સ તેમની સાથે જોવા મળશે. આ ટીમની રસામણીથી ચાહકોમાં ફિલ્મને લઈ ઉત્સુકતા વધી છે. ફિલ્મની શક્ય રિલીઝ તારીખ 5 ડિસેમ્બર 2025 ની જણાવવામાં આવી છે, જે શાહિદના ચાહકો માટે મોટી ખુશખબર છે.
શાહિદ કપૂરને છેલ્લે ‘દેવા’ ફિલ્મમાં પૂજા હેગડે સાથે જોવા મળ્યો હતો, જેને ચાહકોએ ખુબ પસંદ કર્યું હતું. વિશાલ ભારદ્વાજ સાથેનો તેનો સફળ સહયોગ તેના ફેન્સ માટે હંમેશાં ખાસ રહે છે. આ નવી ફિલ્મથી શાહિદ ફરીથી ધમાલ મચાવવા તૈયાર છે, અને તેમના ચાહકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો….શાહીદ અને મીરા કપૂરની દીકરી થઈ ગઈ નવ વર્ષનીઃ ક્યૂટનેસમાં કોઈપણ સ્ટારકિડથી કમ નથી…