ઘણી બધી સર્જરી કરાવીને આવી છું… Bigg Boss 17માં Ankita Lokhandeએ કેમ આવું કહ્યું?

Reality Tv Show Bigg Boss 17 દરરોજ કોઈને કોઈ નવા કારણોસર ચર્ચામાં આવતો હોય છે પછી એ કન્ટેસ્ટન્ટનું એક બીજા સાથે કોઝી થવાને કારણે હોય કે ઝગડામાં લાફો મારી દેવા માટે હોય… અત્યારે સલમાન ખાનનો આ રિયાલિટી ટીવી શો Bigg Boss 17 એકદમ ફાઈનલ મકામ સુધી પહોંચી ગયો છે અને એની સાથે જ શોને તેના ચાર ફાઈનાલિસ્ટ મળી ચૂક્યા છે, જેમાં મનારા ચોપ્રા, મુન્નવર ફારૂખી, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટી.
ફાઈનલ વીકમાં એન્ટ્રી લઈને ચારેય જણા એકદમ ખુશ છે. સામે પક્ષે નોમિનેટ થયેલાં ચારેય સદસ્ય વિક્કી જૈન, અંકિતા લોખંડે, ઈશા માલવીય અને આયેશા ખાન એકદમ ગુસ્સાથી ભરેલાં છે, જેને કારણે ઘરનો માહોલ ડહોળાઈ ગયો છે અને ઘરમાં સતત લડાઈ ઝઘડા જોવા મળી રહ્યા છે, આવા જ એક ઝઘડામાં મનારા ચોપ્રા ટીવીની સંસ્કારી બહુ અંકિતા લોખંડેને એવું કંઈક બોલી જાય છે કે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ મનારાએ શું કહ્યું અંકિતાને…
વાત જાણે એમ છે કે સવારે બિગ બોસ એન્થમ વાગ્યા બાદ અંકિતા, મનારાને કોઈ કમેન્ટ પાસ કરે છે. અંકિતાને એ વાત બિલકુલ રાસ નથી આવી રહી કે મનારા એની આગળ નીકળી ગઈ છે. એવામાં અંકિતા મનારાને કોમેન્ટ કરે છે કે બેકગ્રાઉન્ડ સ્કોરવાળો અવાજ… અને અંકિતા મનારાની મિમિક્રી કરવા લાગે છે.
મનારાને આ વાત બિલકુલ નથી ગમતી અને તે અંકિતાને કહે છે તે તમે કેમ મોઢું વાંકું કરી રહ્યા છો? તમારું મોઢું વાંકુ જ હતું કે? આ તો સર્જરીથી પણ સારું નહીં થઈ શકે. જે નેચરલ હોય છે એ નેચરલ હોય છે. જેના જવાબમાં અંકિતા કહે છે કે હું ઘણી બઝી સર્જરી કરાવીને આવી છું, શું કરીશ તું, મારું મોઢું વાંકુ જ છે. તું તારી શકલ જો મુન્ની…
જોઈએ હવે આવનારા દિવસોમાં શોમાં કેવા ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોવા મળે છે.