બિગબોસ-17ના ઘરમાં ગર્ભવતી છે અંકિતા લોખંડે, ઘરમાં ચાલી રહી છે બેબીના નામની ચર્ચા…
બિગબોસ-17ના ઘરમાંથી બહાર આવેલા નાવેદ સોલે અંકિતા લોખંડેની ગર્ભાવસ્થાને લઈને એક મોટી હિન્ટ આપી છે. જેને સાંભળીને દર્શકો પણ દંગ રહી ગયા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ એક મહિના સુધી ઘરમાં રહ્યા બાદ નાવેદ બેઘર થઈ ગયો છે અને તેના બેઘર થવાની વાત સાંભળીને ઘરના લોકો ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. ફેન્સ પણ શોના મેકર્સ પર ખૂબ જ નારાજ થયા હતા. ઘરથી બહાર આવ્યા બાદ નાવેદ સોલ સતત ઘરવાળાઓ વિશે કોઈને કોઈ વાત કરીને ચર્ચામાં છે.
એક રિપોર્ટ અનુસાર અંકિતાની પ્રેગ્નન્સી ટેસ્ટ બાબતે નાવેદે સકારાત્મક વલણ દાખવ્યું છે. રિયાલિટી ટીવી શોમાંથી બહાર આવ્યા બાદ એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં નાવેદે અંકિતાની ગર્ભાવસ્થા વિશે વાત કરી છે. નાવેદે ઈશારો આપ્યો છે કે ઘરમાં ઘણી બધી વાતો સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે અને કહ્યું હતું કે ઘરમાં અંકિતાના બાળકના નામ અંગે ચર્ચા પણ ચાલી રહી છે.
નાવેદે આગળ કહ્યું હતું કે જુઓ, ઘરમાં બધું જ પોઝિટિવ વેવમાં જ આગળ વધી ગયા છે અને આને હું લઈને ખૂબ જ ઉત્સાહિત છું. અંકિતાએ મને એવું પણ કહ્યું છે કે તે બાળકનું નામ રાખવામાં મારી મદદ લેશે. અમે હિંદી અને વેર્સ્ટન નામને મિકસ કરવાનું પ્લાન કર્યું છે. મારા મગજમાં કેટલાક નામો છે પણ એ નામ ત્યારે જ શેર કરીશ જ્યારે યોગ્ય સમય આવશે.
આ જ મહિનાની શરૂઆતમાં અંકિતા મૂડ સ્વિંગ્સની સમસ્યાનો સામનો કરી રહી હતી અને તેણે પતિ અને શોના સહસ્પર્ધક વિકી જૈનને કહ્યું હતું તે તે એનાથી પરેશાન છે અને ઘર છોડવા માંગે છે. તેણે આગળ એવું પણ કહ્યું હતું કે મને લાગે છે કે હું બીમાર છું અને મને અંદરથી એવી લાગણી આવી રહી છે. હું ઠીક નથી, મને માસિક નથી આવ્યું. મને ઘરે જવું છે. ત્યાર બાદ અંકિતા લોખંડેએ પ્રેગ્નન્સી કન્ફર્મ કરવા માટે બ્લડ અને યુરિન ટેસ્ટ કરાવી હતી.