Bigg Boss-17માંથી આ સ્પર્ધકનું પત્તુ કાપશે Ankita Lokhande?
રિયાલિટી ટીવી શો Bigg Boss-17 દરરોજ કોઈને કોઈ નવા બખેડાને કારણે ચર્ચામાં અને લાઈમલાઈટમાં રહે છે. હવે ફિનાલેના ત્રણ અઠવાડિયા પહેલાં જ શોમાં એક એવો ટ્વીસ્ટ આવ્યો છે, જેના વિશે દર્શકોએ વિચાર્યું સુદ્ધા નહીં હોય. મળી રહેલી માહિતી પ્રમાણે શોમાં અનેક વખત હિંસક બની ચૂકેલાં કન્ટેસ્ટન્ટ અભિષેક કુમારે ફરી એક વખત પોતાની જાત પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને આ વખતે તો તેણે હદ જ પાર કરી દેતા બીજા કન્ટેસ્ટન્ટને લાફો મારી દીધો હતો અને હવે અભિષેકની આ ભૂલની સજા એને મળી ગઈ છે.
ઘરની કેપ્ટન અને શોની સૌથી મજબૂત કન્ટેસ્ટન્ટ અંકિતા લોખંડેએ અભિષેકને ઘરથી બેઘર કરવાનો નિર્ણય લીધો છે પણ ફેન્સ અભિષેકના નોમિનેશનથી ખૂબ જ નારાજ છે અને સોશિયલ મીડિયા પર મેકર્સ અને અંકિતા લોખંડેને આ માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં અભિષેક કુમાર, ઈશા માલવીય અને સમર્થ ઝુરૈલ વચ્ચે મોટો ઝઘડો થયો અને આ ઝઘડો એટલો બધો વધી ગયો હતો કે ગુસ્સામાં અભિષેકે સમર્થ પર હાથ ઉપાડી દીધો હતો. ઈશા અને સમર્થ વારંવાર અભિષેકને પોક કરી રહ્યા હતા અને ગુસ્સામાં આવીને અભિષેકે સમર્થને મારી દીધું હતું. આ લાફાની ગૂંજ એટલી જોરદાર હતી કે બહાર બેઠેલા સેલેબ્સ પણ અભિષેકના સપોર્ટમાં આવી ગયા હતા અને સમર્થની પોકિંગને એક હેરેસમેન્ટ ગણાવી હતી.
બિગ બોસે ઘરની કેપ્ટન અંકિતા લોખંડેને પૂછ્યું હતું કે લાફો મારવા બદ્દલ અભિષેક સાથે શું કરવું જોઈએ? જેના જવાબમાં અંકિતાએ કહ્યું હતું કે તહેલકાના સમયમાં જે થયું હતું એ જોતા અભિષેકને પણ બેઘર કરવો જોઈએ. આ ઘરમાં હાથ ઉપાડવું સૌથી ઉલ્લંઘન છે અને જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે છે તો તેને શોમાંથી કાઢી મૂકવા જોઈએ. અંકિતાનો આ નિર્ણય હવે તેના પર બેક ફાયર થશે અને બિગ બોસે એની ભનક સુધ્ધા ના લાગવા દીધી અને અભિષેકનું પત્તુ જ સાફ કરી દીધું હતું.
સોશિયલ મીડિયા પર લોકો અંકિતા લોખંડેને સૌથી વધુ ટ્રોલ કરી રહ્યા છે. ફેન્સ તો એવી આશા પણ રાખી રહ્યા છે કે વીક-એન્ડ કા વાર પર કદાચ અભિષેક શોમાં પાછો ફરશે. એટલું જ નહીં અભિષેકના ફેન એવું પણ કહી રહ્યા છે કે એક્ટરે ભલે ટ્રોફી ના જિતી હોય પણ દર્શકોના દિલ જિતી લીધા છે. હવે અભિષેક કુમાર શોમાં પાછો ફરે છે કે નહીં? એ તો મેકર્સ કે પછી શોના હોસ્ટ સલમાન ખાન જ કહી શકશે.