પવન સિંહની હરકતોથી દુઃખી થઈને અભિનેત્રી અંજલી રાઘવે લીધો ચોંકાવનારો નિર્ણય: ભોજપુરી સિનેમા છોડશે

બિહાર: ભોજપુરી સ્ટાર અને પોલિટિશિયન પવન સિંહ તાજેતરમાં એક વિવાદને લઈને ચર્ચામાં આવ્યા છે. પવન સિંહે એક લાઈવ ઇવેન્ટમાં હરયાણવી અભિનેત્રી અંજલી રાઘવની કમર પકડી હતી. જેને લઈને લોકો પવન સિંહ ટ્રોલ થઈ રહ્યા છે. સાથોસાથ અભિનેત્રીના ચારિત્ર્ય પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. જેને લઈને હવે અભિનેત્રી અંજલી રાઘવે મહત્ત્વની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પર કરી મોટી જાહેરાત
પવન સિંહની હરકતના કારણે ટ્રોલ થયા બાદ હરયાણવી અભિનેત્રી અંજલી રાઘવે સોશિયલ મીડિયા પર એક મોટી જાહેરાત કરી છે. અંજલી રાઘવે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું કે, “જ્યારે મને ગીત માટે કોલ આવ્યો. ત્યારે મારે પહેલાથી જ બધી વાત ક્લિયર કરી લેવી જોઈતી હતી. શૂટિંગ સમયે બધુ સામાન્ય હતું. મને શૂટિંગ કોઈ સમસ્યા નહોતી થઈ. જ્યારે મને તેમણે લખનઉં ખાતે ઇવેન્ટ માટે બોલાવ, તો મેં હા પાડી હતી. કારણ કે મને શૂટિંગ દરમિયાન કોઈ તકલીફ થઈ ન હતી.”
પવન સિંહની ‘વિવાદાસ્પદ’ હરકત: અધૂરામાં પૂરું પત્નીએ ધમકી આપતા મામલો ગરમાયો…
પવન સિંહની હરકતથી બહુ ગુસ્સો આવ્યો
અંજલીએ આગળ જણાવ્યું કે, “જ્યારે હું સ્ટેજ પર ગઈ ત્યારે પવન સિંહે કહ્યું કે, અહીં કશુંક લાગ્યું છે. મારો ડ્રેસ નવો હતો. તો મને લાગ્યું કે, કદાચ તેમાં ટેગ રહી ગયો હતો. મે સાડીનો ટેગ હટાવી લીધો હતો. મને થયું કે કદાચ બ્લાઉઝમાં ટેગ રહી ગયો હતો. હું પ્રયાસ કરતી રહી કે, આ વાત પબ્લિક સામે ન આવે. તેથી હું તેને દબાવી રહી હતી. ઇવેન્ટ સમાપ્ત થયા બાદ મેં મારી ટીમને પૂછ્યું કે, સાચે કશું લાગેલું છે, તો તેમણે ‘ના’નો જવાબ આપ્યો. મને બહુ ગુસ્સો આવ્યો. રડવું પણ આવ્યું.”
પીઆર ટીમ મને જ ખોટી પાડશે
અંજલી રાઘવે આગળ જણાવ્યું કે, “વીડિયો વાયરલ થયા બાદ ઘણા લોકોએ મને ખોટી સમજી. મારા પર મીમ બની રહ્યા છે. મારા કેરેક્ટર પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે, તે સમયે કેમ કશું ન બોલ્યા. તે સમયે મને સમજાયું નહીં કે હું શું કરૂં? કારણ કે પવન સિંહ ત્યાંના જ રહેવાસી છે. ત્યાં બધા લોકો તેમના જ હતા. લોકો તેમને ભગવાન કહીં રહ્યા હતા. ભક્ત બનીને તેમના પગે પડી રહ્યા હતા. મને કહેવામાં આવ્યું હતું કે, આ મુદ્દાને મહત્ત્વ ન આપવું. કારણ કે પવન સિંહની પીઆર ટીમ ઘણી મજબૂત છે. મને ડર હતો કે જો હું કશું બોલીશ તો પવન સિંહની મજબૂત પીઆર ટીમ મને જ ખોટી સાબિત કરશે.
હું ભોજપુરી સિનેમામાં કામ નહીં કરૂં
આટલી વાત કહેતા અભિનેત્રી અંજલી રાઘવની આંખો આંસુથી ભરાઈ આવી હતી. અંજલીએ આખરે કહ્યું કે, “મેં વિચાર્યું કે, તેઓ આ વિશે કશું તો કહેશે. પરંતુ તે ચૂપ છે. તેથી મેં નિર્ણય લીધો છે કે, હું ભોજપુરી ઇન્ડસ્ટ્રી છોડી રહી છું. હું ભોજપુરી સિનેમામાં કામ નહીં કરૂં.”
અંજલી રાઘવને ફેન્સનો સપોર્ટ
ઉલ્લેખનીય છે કે, અંજલી રાઘવના આ વીડિયોમાં ફેન્સ કોમેન્ટ દ્વારા તેને સપોર્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું છે કે, “જે પણ થયું તે ખોટું થયું, તમે જે પણ એક્શન લેશો, અમે તમારી સાથે છીએ.” એક બિહારના યુઝર્સે લખ્યું કે, “બહુ શર્મજનક અને ખોટું થયું છે. મેડમ તમારી સાથે એની તરફથી હું માફી માંગું છું.”