હલ્દી સેરેમનીમાં અનંત અંબાણીની સાળીને જોઇ કે!, ખુબસુરતીમાં તો હિરોઇનોને પણ આપે છે માત
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો દિવસ જેમ જેમ નજીક આવતો જાય છએ, તેમ તેમ લગ્નની જુદી જુદી વિધિઓ પણ શરૂ થઇ ગઇ છે. મામેરુ સેરેમની, સંગીત સેરેમની, દાંડિયા અને ગરબા નાઇટ, ગૃહ શાંતિ બાદ હલ્દી સમારોહ યોજાયો હતો. આ માટે અંબાણીએ પૂરા સ્થળને દુલ્હનની જેમ ફૂલોથી સજાવ્યું હતું. અહીં આવેલા મહેમાનોનો દેખાવ પણ મનમોહક હતો. જોકે, સૌથી વધુ લાઇમ લાઇટ તો અનંત અંબાણીની સાળીએ લૂંટી હતી.
રાધિકાની મોટી બહેન અંજલિ સિમ્પલ લૂકમાં માને છે. હલદી પ્રસંગમાં પણ તે સિમ્પલ લૂકમાં તૈયાર થઇ હતી. હલ્દી પ્રસંગમાં પણ અંજલિએ સાદગી પસંદ કરી હતી. ટ્રેડિશનલ કપડામાં અંજલિ એટલી સુંદર લાગતી હતી કે કોઇ પણ તેના પર મોહી પડે. રાધિકાની હલ્દીમાં હાજરી આપવા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ સૌથી પહેલા પહોંચ્યા હતા. તે પછી, અંજલિ ખિલખિલાટ હસતી આવી પહોંચી હતી. અંજલિએ કેમેરાની સામે સ્મિત આપ્યું હતું. તેની સાદગી પર લોકો ઓવારી ગયા હતા.
અંજલિએ પોતાના માટે સિલ્કનો લહેંગા પસંદ કર્યો હતો. સાથે જ જાંબલી રંગનું હાફ સ્લીવ્ઝનું બ્લાઉઝ હતું, જે ઝારી વર્કથી શણગારેલું હતું. હાફ સ્લીવ બ્લાઉઝની નેકલાઇન ડીપ વી-કટ હતી. ગોલ્ડન ફ્લોરલ અને લીલાક લહેરિયા પ્રિન્ટ સાથે ભડકતી બોલ-શૈલીનું સ્કર્ટ હતું.આની પર ગોલ્ડન કલરનો દુપટ્ટો બેલ્ટ વડે કમર પર બાંધવામાં આવ્યો હતો. અંજલિએ આ કલર બ્લોક કોમ્બિનેશન લેહેંગા સાથે નવરત્નથી બનેલો ખૂબ જ અદભૂત નેકલેસ પહેર્યો હતો. નેકલેસ સાથે મેચિંગ ઇયરિંગ્સ હતા.
તેના હાથમાં અનોખી ડિઝાઇનની ગોલ્ડન બેંગલ્સ હતી. તેણે મિનિમમ મેકઅપ કર્યો હતો અને કપાળે બિંદી લગાવી હતી. તેના લહેંગાચોળી થોડી જૂની ડિઝાઇનના લાગતા હતા, પણ અંજલિને બહુ જ શોભતા હતા. સિમ્પલ મેક-અપ અને હેર સ્ટાઈલમાં અંજલિએ તેનું કુદરતી સૌંદર્ય દર્શાવ્યું હતું.