મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Anjali Merchantએ આવું કરતાં પહેલા બહેન Radhika Merchantનો વિચાર પણ ના કર્યો…

ભારતમાં ધામધૂમથી લગ્ન કર્યા બાદ હવે ન્યુલી વેડ કપલ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Newly Wed Couple Anant Ambani-Radhika Merchant) લંડનમાં ધૂમ મચાવવા માટે પહોંચી ગયા છે. મર્ચન્ટ પરિવાર અને અંબાણી પરિવાર પણ લંડનમાં પહોંચી ગયા પોસ્ટ વેડિંગ સેલિબ્રેશન માટે.

બુધવારે જ મુકેશ અંબાણી દીકરી ઈશા અંબાણી (Mukesh Ambani And Isha Ambani) સાથે લંડનની રસ્તા પર ફરતાં જોવા મળ્યા હતા અને એના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. પણ આ પાર્ટીમાં લાઈમલાઈટ ચોરી હતી રાધિકા મર્ચન્ટની બહેન અંજલિ મર્ચન્ટ (Anjali Merchant)એ. સોશિયલ મીડિયા પર અંજલિ મર્ચન્ટનો ફોટો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અંજલિ બોલીવૂડની હસીનાઓને ટક્કર મારતી દેખાઈ રહી છે.

આ પણ વાંચો : Ambani Family પણ અચૂક માથું ટેકાવે છે એ Ganesh Templeની આ છે વિશેષતા…

અંજલિની મર્ચન્ટની મેકઅપ આર્ટિસ્ટ મીરા સખરાનીએ અંજલિનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં અંજલિ વ્હાઈટ ઓફ શોલ્ડર ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. અનંત-રાધિકાની લંડન પાર્ટીમાં અંજલિએ એકદમ ગ્લેમરસ લૂક પસંદ કર્યો હતો. તેણે શીર ફેબ્રિકમાંથી બનાવવામાં આવેલો વ્હાઈટ ઓફ શોલ્ડર બોડી હગિંગ ડ્રેસ પસંદ કર્યો હતો. આ આઉટફિટમાં તેણે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યુ હતું.



અંજલિએ આ ગોર્જિયસ આઉટફિટની સાથે પતંગિયા અને ફૂલોવાળું ગોલ્ડન ટિયારા પહેર્યું હતું અને આ ટિયારાએ તેના લૂકમાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. ટિયારાની સાથે અંજલિએ ગોલ્ડન બેંગલ, ઈયરરિંગ્સ અને વીંટીઓ પહેરી હતી. આ જ્વેલરી તેના લૂકને કમ્પ્લિટ કરી રહી હતી.

રાધિકાની મોટી બહેરે પોતાના લૂકને શિમરી આઈશેડો, વિંગ્ડ આઈલાઈનર, મસ્કારા અને શિમરી પિંક લિપસ્ટિકમાં એકદમ બ્યુટીફૂલ લાગી રહી હતી. જોકે, આ પહેલી વખત નથી કે અંજલિએ આ રીતે બહેનના ફંક્શનમાં લાઈમલાઈટ લૂંટી હોય. આ પહેલાં પણ પ્રિ-વેડિંગ ફંક્શનમાં ઘરચોળું પહેરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button