અંજલિ અરોરાનો ડાન્સ વીડિયો વાયરલ: 'ડિલીટ થઈ શકે છે' કેપ્શનથી ખળભળાટ!

અંજલિ અરોરાનો ડાન્સ વીડિયો વાયરલ: ‘ડિલીટ થઈ શકે છે’ કેપ્શનથી ખળભળાટ!

‘કચ્ચા બદામ’ ગીતથી રાતોરાત સોશિયલ મીડિયા પર રાજ કરનારી અંજલિ અરોરા અત્યારે ચર્ચામાં છે. કંગના રનૌતના રિયાલિટી શો ‘લોક અપ’ માં ભાગ લઇ ચુકેલી અંજલિ અરોરા હાલમાં તેના ડાન્સ વીડિયોને કારણે સમાચારમાં છે. અંજલિએ સોશિયલ મીડિયા પર તેની બે ક્લિપ્સ શેર કરી છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળે છે. તેણે એક વીડિયો પણ શેર કર્યો છે અને કહ્યું છે કે આ વીડિયો ડિલીટ થઈ શકે છે.

આ વીડિયોમાં અંજલિ ‘દિલ મેરા’ ગીત પર ડાન્સ કરી રહી છે. આ ઉપરાંત, અંજલિએ બીજો એક વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘કોનો પ્રેમી દગો આપનાર છે?’ આ વીડિયોમાં અંજલિ એ જ પ્રકારનો ડાન્સ કરતી જોવા મળે છે જેના માટે લોકો તેને સોશિયલ મીડિયા પર પસંદ કરે છે.

આ વીડિયો અંગે અનેક લોકોએ ઘણી પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું,તેણે આ ગરમીમાં ઘણા વધારે કપડાં પહેર્યા છે. બીજાએ કહ્યું- હવે તે તેના અસલી રૂપમાં આવી ગઈ છે. જયારે કેટલાક લોકોની નજર તેની પાછળ ટેબલ પર રાખેલી બરણીઓ પર છે, જેમાં ડ્રાયફ્રૂટ્સ ભરેલા છે.

રિયાલિટી શો ‘લોક અપ’ દરમિયાન અંજલિ અરોરા મુન્નવર ફારુકી સાથેના કથિત સંબંધોને કારણે સમાચારમાં હતી, પરંતુ શોમાંથી બહાર આવ્યા પછી તેણે આવા સમાચારોને ખોટા ગણાવ્યા અને તેની સાથેના કોઈ પણ સંબંધનો ઇનકાર કર્યો હતો.

‘કચ્ચા બદામ’ ગીત પરના ડાન્સ વીડિયોથી અંજલિ રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ. આજે તે સોશિયલ મીડિયા સ્ટાર હોવા ઉપરાંત, અભિનય અને વ્યવસાય પણ સંભાળે છે. એવું કહેવાય છે કે અંજલિએ 23 વર્ષની ઉંમરે સલૂનનો વ્યવસાય શરૂ કર્યો હતો. સમાચાર છે કે અંજલિ ‘શ્રી રામાયણ કથા’માં માતા સીતાની ભૂમિકા ભજવવા જઈ રહી છે.

તેણે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે તે ટૂંક સમયમાં તેના મિત્ર ઉદ્યોગપતિ આકાશ સંસનવાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જોકે, લગ્નની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : કાચા બદામ ગર્લ અંજલિના કરોડપતિ બનવાનું આ છે સિક્રેટ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button