મનોરંજન

‘ડબ્બા કાર્ટેલ’ની અભિનેત્રીએ કર્યાં ચોંકાવનારા ખુલાસા, બાળપણમાં ડાન્સટીચરે કર્યું શારીરિક શોષણ

‘ડબ્બા કાર્ટેલ’ કહો કે પછી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે જાણીતી અભિનેત્રી અંજલિ આનંદે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં પોતાના બાળપણના શારીરિક શોષણનો અનુભવ શેર કર્યો હતો, તેણે જણાવ્યું હતું કે કેવી રીતે તે માત્ર આઠ વર્ષની હતી ત્યારે એક ડાન્સ ટીચરે તેનું જીવન બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ વખતે તેના પ્રથમ બોયફ્રેન્ડે તેને બચાવી હતી.

અંજલિ આનંદેએ જણાવ્યું કે તે એક ડાન્સ ટીચર હતા, જે પરિવારના સભ્ય જેવા હતા. અંજલિએ જણાવ્યું હતું કે તે તેની સાથે ગંદી હરકતો કરતો હતો. અંજલિએ કહ્યું, ‘મને ખબર નહોતી કે શું કરવું. હું ફક્ત આઠ વર્ષની હતી, મારા પિતાના અવસાન પછી આ બન્યું હતું.

આ પણ વાંચો: સૂટબૂટમાં આવેલી રેખાને એકીટશે જોતા રહ્યા અમિતાભ બચ્ચન, જયા બચ્ચને આપ્યું આવું રિએક્શન…

તેણે મને કહ્યું હતું કે ‘હું તારો પિતા છું’ અને મેં તેના પર વિશ્વાસ કર્યો. પછી તેણે ધીમે ધીમે શરૂઆત કરી. મને હોઠ પર ચુંબન કર્યું હતું અને કહ્યું, ‘પિતા આમ જ કરે.’ ઘણા વર્ષો સુધી આવું ચાલુ રહ્યું અને ડાન્સ ટીચરે તેના જીવનને કંટ્રોલ કર્યું. તેણે આગળ કહ્યું, ‘તે મને મારા વાળ ખુલ્લા રાખવા દેતા નહોતા. તે મને છોકરીઓના કપડાં પહેરવા ન દેતો. તે મને તેના જૂના ટી-શર્ટ પહેરાવતો જેથી હું બીજા સામે સારી ન દેખાઉ. જ્યારે મારી બહેનના લગ્ન થયા અને મારા પિતાના મિત્રનો દીકરો લગ્નમાં આવ્યો તેને હું ગમવા લાગી અને તે મારી સાથે વાત કરવા લાગ્યો.’

તેણે યાદ કરતા કહ્યું કે તે આઠ વર્ષની હતી ત્યારથી લઈને તે 14 વર્ષની હતી ત્યાં સુધી આ બધું ચાલુ રહ્યું હતું. અંજલિ આનંદે કહ્યું હતું કે તેને આ બધાથી બચાવવા માટે તેના પહેલા બોયફ્રેન્ડનો આભાર માન્યો હતો.

અંજલિ છેલ્લે વેબ સીરિઝ ‘ડબ્બા કાર્ટેલ’માં જોવા મળી હતી, જેને દર્શકો અને વિવેચકો બંનેએ પસંદ કરી હતી. આ શોમાં શબાના આઝમી, શાલિની પાંડે અને જ્યોતિકા પણ મુખ્ય ભૂમિકામાં છે અને નેટફ્લિક્સ પર જોવા માટે ઉપલબ્ધ છે. તે આગામી સમયમાં ફરાઝ આરિફ અંસારીની ‘બન ટિક્કી’માં જોવા મળશે જેમાં અભય દેઓલ, શબાના આઝમી, ઝીનત અમાન અને નુસરત ભરૂચા પણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button