અનીત પડ્ડા તો બાથરૂમ સિંગર નીકળીઃ ઈન્સ્ટા પર સૈયારા સૉંગનો વીડિયો પોસ્ટ કરી ભૂલ કરી નાખી

મોહિત સૂરીની સૈયારા ફિલ્મનો સૌથી વધુ ફાયદો કોઈને થયો હોય તો તે ફિલ્મની હીરોઈન અનિત પડ્ડાને થયો છે. ફિલ્મમાં બન્ને નવોદિત અહાન પાંડે અને અનિત પડ્ડાએ લીડ રોલ કર્યા હતા. ફિલ્મ અપેક્ષા કરતા વધારે હીટ થઈ અને લોકોએ અહાન કરતા પણ વધારે અનીતને પસંદ કરી. વાણી બત્રા નામની સ્ટ્રગલિંગ રાઈટર અને પછી કૃષ કપૂરની હીરોઈન તરીકે તેણે સારો અભિનય કર્યો છે અને લોકોનું દિલ જીત્યું છે. આ ફિલ્મના ગીત પણ એટલા જ લોકપ્રિય બન્યા છે અને લોકો હજુ તેને સાંભળે છે.
અનીત સિંગર હોવાની વાતો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેનાં ફ્રેન્ડ઼્સ સાથેના વીડિયો પણ વાયરલ થયા હતા, પરંતુ તાજેતરમાં તેણે ક વીડિયો ઈન્સ્ટા પર પોસ્ટ કર્યો છે, જે સાંભળીને લાગે છે કે વાણીમાં સિંગિંગ ટેલેન્ટ છે તે કહેવું ખોટું છે.
અનીત હાથમાં વાયોલિન લઈ સૈયારા તું તો બદલા નહીં હૈ… ગાઈ રહી છે. ફિલ્મનું આ ટાઈટલ સોંગ યુવાનોમાં ખૂબ જ પ્રિય થયું છે. જોકે શરૂઆતમાં તો અનીત શું ગાય છે તે જ સમજાતું નથી. તેનાં મોઢામાંથી નીકળતા શબ્દો સૂરમાં લાગતા જ નથી. ત્યારબાદ તેમની સાથે બેસેલી કોઈ વ્યક્તિ થોડો સૂર પુરાવે છે. તેમ છતાં વાણીને મલ્ટિ ટેલેન્ટેડ કહેવામાં આવી છે.
અનીતે આ અનપ્લગ્ડ સોંગ કાલે રાત્રે પોસ્ટ કર્યું હતું. સોશિયલ મીડિયા પર લોકો ગમે તેને લાઈક શેર કરી દેતા હોય છે તેનો જીવતો જાગતો નમૂનો છે. સવાર સુધીમાં તેનાં વીડિયોને 7.8 મિલિયન વ્યુ મળ્યા હતા અને 8.71 લાખ લાઈક્સ મળી ગયા હતા. 14,000 જેટલા કોમેન્ટ્સ કરી તો 48,000 જેટલાએ તો શેર કરી નાખ્યું. જોકે નેગેટિવ કમેન્ટ્સ પણ આવી છે.
પણ હા વીડિયોમાં ખૂબ સાદી દેખાતી અનીત સુંદર દેખાઈ રહી છે. તેનાં ચહેરા પર ઈનોસન્સ અને ડિસન્સી દેખાય છે. અનીત અગાઉ ઓટીટી પર અને એકાદ બે ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. પરંતુ સૈયારાએ તેને નવી જ ઓળખ આપી છે. હવે જોવાનું એ છે કે તેનું કરિયર કઈ રીતે આગળ વધે છે અને તેને કેવી ફિલ્મો મળે છે. કારણ કે ઘણીવાર રાતોરાત સ્ટાર બનેલા કલાકારો રાતોરાત ગાયબ પણ થઈ જતા હોય છે.
આ પણ વાંચો…અનીત પડ્ડાની લિંક્ડઈન પ્રોફાઈલ કેમ થઈ રહી છે વાયરલ? Saiyaara girlનું ક્યું રાઝ ખૂલી ગયું?