મનોરંજન

ફિલ્મ Saiyaaraનું ટીઝર લોન્ચ બાદ અચાનક 23 વર્ષીય એક્ટ્રેસનું નામ ગૂગલ પર સર્ચ કરવા લાગ્યા લોકો…

છેલ્લાં પાંચ વર્ષથી બોલીવૂડમાં સ્ટારકિડ્સ ડેબ્યુ કરી રહ્યા છે અને હવે આ યાદીમાં વધુ એક નામ જોડાઈ ચૂક્યું છે. આ નામ એટલે એક્ટ્રેસ અનન્યા પાંડેનો કઝિન ભાઈ અહાન પાંડે. અહાન પાંડે ફિલ્મ સૈયારાથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરી રહ્યો છે અને આજે ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું.

પરંતુ ચોંકાવે એવી વાત તો એ છે કે લોકો અહાન પાંડે કરતાં પણ ફિલ્મની 23 વર્ષીય એક્ટ્રેસ અનિત પડ્ડા વિશે વાત કરી રહ્યા છે. અનિત પડ્ડા ફિલ્મ સૈયારાથી મોટા પડદા પર ધૂમ મચાવવા તૈયાર છે.

આપણ વાંચો: બોલો ફિલ્મમાં નહીં પણ ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યુ કરી સ્ટારકિડ્સે મેળવી વાહવાહી

સૈયારા ફિલ્મએ 23 વર્ષીય અનિત પડ્ડાની લીડ એક્ટ્રેસ તરીકેની પહેલી ફિલ્મ છે. અનિત પડ્ડા આ પહેલાં સલામ વૈંકીમાં નંદિનીનો રોલ કર્યો હતો. અનિતની આ ફિલ્મ ખૂબ જ પોપ્યુલર રહી હતી. 2022માં અનિતે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને બાળપણથી જ તેને ફિલ્મની ગ્લેમરસ દુનિયા ખૂબ જ પસંદ હતી.

આજે ફિલ્મનું ટીઝર લોન્ચ થયું છે ત્યારથી જ અનિતના નામની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. લોકો તેનું નામ ગૂગલ કરી રહ્યા છે. વાત કરીએ ફિલ્મના ટીઝરની તો આ ટીઝરમાં અનિતના દમદાર સિન્સ પણ જોવા મળી રહ્યા છે. અનિતના કેરેક્ટર અને તેની અદાઓ જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા છે.

આપણ વાંચો: ઇબ્રાહિમ અલી ખાન બોયફ્રેન્ડ તરીકે કેવો છે, જાણો રસપ્રદ જવાબ?

આ ટીઝરને નેટિઝન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને લોકો અનિતના વખાણ કરતાં નથી થાકી રહ્યા. કેટલાક યુઝર્સ તો એવું પણ કહી રહ્યા છે કે અનિત પોતાના હીરો અને સ્ટાર કિડ અહાન પાંડે પર પણ ભારે પડી રહી છે. અનિત પડ્ડાનો જન્મ પંજાબમાં થયો હતો અને 23 વર્ષની ઉંમરે બોલીવૂડની એક્ટ્રેસ બનીને તેણે ધમાલ મચાવી દીધી છે.

અનન્યા પાંડે પણ ભાઈ અહાન પાંડેના બોલીવૂડ ડેબ્યુથી ખૂબ જ ખુશ છે. યશરાજ ફિલ્મની બેનર હેઠળની આ ફિલ્મને લઈને અનન્યાએ ખુશી વ્યક્ત કરી હતી. આ ફિલ્મ 18મી જુલાઈના થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button