મનોરંજન

સોનમ કપૂર પછી હવે સોશિયલ મીડિયા પર અનિલ કપૂરનો લૂક ચર્ચામાં, યૂઝરે કહ્યું ‘ઝક્કાસ’!

મુંબઈ: બોલીવુડના ‘એવરગ્રીન’ અભિનેતા અનિલ કપૂર આજે પણ પોતાની ફિટનેસ અને એનર્જીથી યુવા કલાકારોને મ્હાત આપે છે. 69 વર્ષની વયે પણ તેમની સ્ટાઈલ અને ફિટનેસ યુવાનોને માત આપે તેવી છે.

સોનમ કપૂરે ગઈકાલે મુંબઈની ગલીઓમાં સેકન્ડ પ્રેગનન્સીનું ફોટોશૂટ કરાવ્યા પછી આજે બાપ યાને અનિલ કપૂરે સોશિયલ મીડિયા પર પોતાનો નવો લૂક શેર કરીને ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસ રૂટિન શેર કરતા અનિલ કપૂર ફરી ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કારણ કસરત નહીં પણ તેમનો તદ્દન નવો અને ચોંકાવનારો લૂક છે.

અનિલ કપૂરે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો શેર કરી છે, જેમાં તેઓ સંપૂર્ણપણે અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ ફોટામાં તેમના વાળ અને મૂંછો સફેદ (ગ્રે) રંગના જોવા મળી રહી છે. ફોટો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું, “કોઈ નથી જાણતું. આગળ શું થવાનું છે.” આ લૂકમાં પણ અનિલ કપૂરની પર્સનાલિટી એટલી પાવરફુલ લાગી રહી છે કે ચાહકો તેમના પર ફિદા થઈ ગયા છે.

આપણ વાચો: અનિલ કપૂર પર દુઃખનો પહાડ તૂટયો: 90 વર્ષની જૈફ વયે માતાનું નિધન

અનિલ કપૂરના નવા ટ્રાન્સફોર્મેશન પર તેમની પુત્રી સોનમ કપૂરે હાર્ટ અને ફાયર ઇમોજીથી પ્રશંસા કરી છે. આ સિવાય બોલીવુડના અન્ય દિગ્ગજ કલાકારો જેવા કે રિતેશ દેશમુખ, અનુપમ ખેર અને સુધાંશુ પાંડેએ પણ આ લૂકને ‘ઝક્કાસ’ ગણાવ્યો છે. ફેન્સ પણ કમેન્ટ સેક્શનમાં આ બદલાયેલા લૂકને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

અભિનેતાએ આ લૂક કોઈ ચોક્કસ ફિલ્મી પ્રોજેક્ટ માટે અપનાવ્યો છે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સોશિયલ મીડિયા પર એવી અટકળો તેજ થઈ છે કે કોઈ આગામી મોટી ફિલ્મમાં તેઓ આ પાત્રમાં જોવા મળી શકે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અનિલ કપૂર છેલ્લે ‘વોર 2’માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે જોવા મળ્યા હતા. હાલમાં આ લૂક પાછળનું રહસ્ય અકબંધ છે, પણ તેમની આ સ્ટાઈલ ઇન્ટરનેટ પર સુપરહિટ સાબિત થઈ રહી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button