અનિલ કપૂર કો ગુસ્સા ક્યો આતા હૈ?
સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાન સ્ટારર ફિલ્મ ‘નો એન્ટ્રી’ આજે પણ લોકોને યાદ છે. આ કોમેડી ફિલ્મ લોકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મના એક એક સીનમાં લોકો હસતા જોવા મળ્યા હતા. હવે 19 વર્ષ બાદ આ ફિલ્મની સિક્વલ બનાવવામાં આવી રહી છે. અગાઉની જેમ આ ફિલ્મને પણ બોની કપૂર જ પ્રોડ્યુસ કરી રહ્યા છે. જોકે, આ વખતે ફિલ્મની સ્ટાર કાસ્ટમાં બદલી કરવામાં આવી છે.
અનિલ કપૂર અને બોની કપૂર વચ્ચે ભાઇબંધી અને મિત્રતાના સંબંધ છે. અનિલ કપૂરે બોનીની ઘણી ફિલ્મમાં કામ કર્યું છે. બોનીની ફિલ્મ ‘નો એન્ટ્રી’માં પણ અનિલ કપૂર જોવા મળ્યો હતો. ‘નો એન્ટ્રી’ ફિલ્મમાં સલમાન ખાન, ફરદીન ખાન, અનિલ કપૂર, એશા દેઓલ, લારા દત્તા, બિપાશા બાસુ અને સેલિના જેટલી મુખ્ય ભૂમિકામાં હતા. હવે બોની કપૂર આ ફિલ્મની સિક્વલ લઇને આવી રહ્યા છે, જેથી અનિલ કપૂર નારાજ છે.
નો એન્ટ્રીની સિક્વલની સ્ટાર કાસ્ટ બદલાઇ ગઇ છે, જેને કારણે અનિલ કપૂર નારાજ છે. સલમાન, અનિલ અને ફરદીન આ ફિલ્મનો ભાગ નથી. બોની કપૂરે જણાવ્યું છે કે અનિલને આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો નહીં હોવાથી તે ગુસ્સે થઇ ગયો છે. બોનીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેઓ તેમના ભાઇ અનિલને ‘નો એન્ટ્રી’ની સિક્વલ અને સ્ટાર કાસ્ટ અંગે જણાવે તે પહેલા જ સમાચાર લીક થઇ ગયા અને અનિલને જાણ થઇ ગઇ.
આપણ વાંચો: અનિલ કપૂર – બોની કપૂરના ‘બાપુ’
અનિલ પણ આ ફિલ્મનો ભાગ બનવા માગતો હતો, પરંતુ આ ફિલ્મમાં તેને લાયક કોઇ રોલ જ નહોતો. બોની તેને સમજાવવા માગતા હતા કે આમ શા માટે કરવામાં આવ્યું, પણ …..
‘નો એન્ટ્રી’ની સિકવલમાં સલમાન, અનિલ અને ફરદીન ખાનની જગ્યાએ વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંઝને લેવામાં આવ્યા છે. બોનીએ જણાવ્યું હતું કે વરુણ અને અર્જુન સારા મિત્રો છે. ફિલ્મમાં તેમની કેમિસ્ટ્રી સારી રીતે બહાર આવશે. દિલજીત લાજવાબ છે અને તેની મોટી ફેન ફોલોઇંગ છે.
બોની કપૂર આજના જમાના પ્રમાણે ‘નો એન્ટ્રી’ ફિલ્મ બનાવવા માગે છે, તેથી તેમણે આજના જમાના પ્રમાણે કાસ્ટિંગ કર્યું છે.
બોની કપૂરને રંજ છે કે આ કારણસર તેમના ભાઇ અનિલે તેમની સાથે અબોલા લીધા છે, પણ તેમને આશા છે કે ટૂંક સમયમાં જ બંને ભાઇઓ પાછા બોલતા થઇ જશે.
‘નો એન્ટ્રી’ની સિકવલની શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરમાં થશે. અને ફિલ્મ 2025માં રિલીઝ થશે.