મનોરંજન

સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સરને મારી નાખવાની ધમકી, હવે અભિનેત્રીએ આ પગલું ભર્યું

સોશિયલ મીડિયા જેટલું લોકપ્રિય છે એટલુંજ સતત વિવાદોમાં ઘેરાયેલું રહે છે. સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રીયેટર્સને વાંધા, વિરોધ, અને ઘાક-ધમકીનો પણ સામનો કરવો પડતો હોય છે. આવા જ એક કિસ્સામાં મુંબઈના બાંગુરનગર વિસ્તારમાં રહેતી પ્રખ્યાત સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર અને અભિનેત્રી એન્જલ રાયને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

તેણે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી તેને સતત ધમકીભર્યા મેસેજ આવી રહ્યા છે, જેના કારણે તે ખૂબ જ ડરી ગઈ છે. ધમકીઓથી કંટાળીને એન્જેલે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બાંગુરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ડરી ગયો છું પણ ભાગ્યો નથી, જાનથી મારવાની ધમકી મળી રહી છે… રણવીર અલાહબાદિયા

એન્જલ રાયે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે એક અજાણ્યો વ્યક્તિ તેને અશ્લીલ મેસેજ મોકલી રહ્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. આ વ્યક્તિ તેમને જીવતા સળગાવીને ટુકડા કરી નાખવાની ધમકી આપી રહ્યો છે. તેના નિવેદનના આધારે પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે એન્જલ રાયની વેબ સિરીઝ ‘ઘોટાલા’નું ટ્રેલર રિલીઝ થયું ત્યારે આ મામલો વધુ ગંભીર બન્યો હતો. ત્યારથી ધમકીઓની સંખ્યા અને તીવ્રતા વધી છે. અભિનેત્રીનું કહેવું છે કે તે સતત માનસિક તણાવમાં રહે છે અને પોતાની સુરક્ષાને લઈને ડરે છે.

આ પણ વાંચો: ઈતિહાસકાર ઈન્દ્રજીત સાવંતને ધમકી આપનારા વિરુદ્ધ ગુનો

પોલીસે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસે આ મામલે બીએનેસ અને આઇટી એક્ટની કલમ 75, 78, 79, 351 (3), 352, 356 (2) હેઠળ કેસ નોંધ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે સાયબર સેલની મદદથી આરોપીઓને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં આ કેસમાં મહત્વની કડીઓ મળી શકે છે.

નોંધનીય છે કે એન્જલ રાય સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 25.5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે માત્ર ડિજિટલ પ્લેટફોર્મ પર જ એક્ટિવ નથી પરંતુ મ્યુઝિક વીડિયો અને વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.

હાલમાં એન્જલ રાયે પોલીસ પાસે પોતાની સુરક્ષાની માંગ કરી છે અને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા પર પણ હલચલ મચાવી દીધી છે, જ્યાં ચાહકો તેની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button