નેશનલ ક્રશ અનિતા પડ્ડા હવે OTT પર: જાણો કઈ સિરીઝમાં જોવા મળશે! | મુંબઈ સમાચાર

નેશનલ ક્રશ અનિતા પડ્ડા હવે OTT પર: જાણો કઈ સિરીઝમાં જોવા મળશે!

ઓટીટી પ્લેટફોર્મ પર ઘણા સ્ટાર જોવા મળે છે અને ઘણા એવા સ્ટાર્સ પણ છે, જેમને ઓટીટી પ્લેટફોર્મે નામ અને ઓળખાણ આપી છે, પરંતુ જેની પહેલી જ ફિલ્મ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે અને જે રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ હોય તે અભિનેત્રી જો ઓટીટી પર જોવા મળે તો થોડી નવાઈ તો લાગે.

આવી જ એક માહિતી બહાર આવી છે. સૈયારા ફિલ્મથી જાણીતી બનેલી અભિનેત્રી અનીત પડ્ડા ઓટીટી પર ટૂંક સમયમાં દેખાવાની છે. ન્યાય નામની એક ઓટીટી વેબસિરિઝ આવી રહી છે.

આપણ વાંચો: ધ ફેમિલી મેન-3 ગજબ બવાલ મચાવશે ઓટીટી પ્લેટફોર્મ પર… ફર્સ્ટ લૂક જોઈને ફેન્સ થયા બેકાબુ…

આ સિરિઝમાં અનીત પડ્ડા 17 વર્ષની એક છોકરીની ભૂમિકા કરી રહી છે, જે એક ધાર્મિક નેતા સામે લડી રહી છે. આ સિરિઝમાં ફાતિમા સના શેખ પોલીસ અધિકારીની ભૂમિકામાં હોવાનું જાણવા મળ્યું છે.

હવે સવાલ એ છે કે આવી વેબસિરિઝ અનીત પડ્ડાએ શા માટે પસંદ કરી, તો તેનો જવાબ એ છે કે આ વેબસિરિઝ તેણે સૈયારા પહેલા સાઈન કરી હતી અને તેનું શૂટિંગ પણ ઘણે ખરે અંશે થઈ ગયું છે.

જોકે હાલમાં તો અનીત સૈયારાની સક્સેસ એન્જોય કરી રહી છે. અનીત અગાઉ પણ વેબસિરિઝમાં દેખાઈ છે. Big girls dont cry અને Salaam Venky ફિલ્મમાં તે દેખાયેલી છે, પરંતુ સૈયારાએ તેને ખાસ ઓલખ આપી છે. ફિલ્મમાં અહાન પાંડે કરતા પણ અનીતને લોકો વધારે પસંદ કરી રહ્યા છે. હવે અનીત વેબસિરિઝમાં ફરી દેખાશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button