‘સૈયારા’ની સફળતા બાદ અનીત પડ્ડાને બીજી ફિલ્મ મળી, પણ અહાન પાંડેનું શું થશે?

Aneet Padda sign second film: ઘણા વર્ષો બાદ એવું બન્યું છે કે નાના બજેટની ફિલ્મોએ મોટા બજેટની ફિલ્મોને પાછળ પાડી દીધી છે. તાજેતરમાં આવેલી ‘સૈયારા’ ફિલ્મ તેનું ઉદાહરણ છે. 40થી 50 કરોડના ખર્ચે બનેલી ફિલ્મે બોક્સ ઓફિસ પર 500 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મની સફળતા બાદ તેની હીરોઈનની ભાગ્ય ખુલી ગયું છે.
અનીત પડ્ડાને મળી બીજી ફિલ્મ
યશ રાજ ફિલ્મની ‘સૈયારા’ ફિલ્મમાં અભિનેત્રી અનીત પડ્ડા અને અભિનેતા અહાન પાંડેએ ફિલ્મી પડદે પદાર્પણ કર્યું હતું. ફિલ્મની સફળતા બાદ હવે અભિનેત્રી અનીત પડ્ડાને બીજી ફિલ્મ પણ મળી ગઈ છે. ફિલ્મી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યશરાજ ફિલ્મ દ્વારા અનીત પડ્ડાને ફરી એકવાર ફિલ્મ માટે સાઈન કરવામાં આવી છે. ફિલ્મમેકર મનીષ શર્માની રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. જોકે, અનીત પડ્ડા સાથે હીરો કોણ હશે? તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: અનીત પડ્ડા તો બાથરૂમ સિંગર નીકળીઃ ઈન્સ્ટા પર સૈયારા સૉંગનો વીડિયો પોસ્ટ કરી ભૂલ કરી નાખી
મનીષ શર્માની આ ફિલ્મ પંજાબ પર આધારિત હશે. હજુ સુધી ફિલ્મનું ટાઈટલ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ તેની પ્રી-પ્રોડક્શન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ફિલ્મનું શૂટિંગ 2026માં શરૂ કરવામાં આવશે.
અહાન પાંડે શું કરી રહ્યો છે?

ઉલ્લેખનીય છે કે, અનીત પડ્ડા અને અહાન પાંડેએ એકસાથે ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. જેમાં અનીત પડ્ડાને બીજી ફિલ્મ પણ મળી ગઈ છે. જ્યારે અહાન પાંડેના પાસે કોઈ ફિલ્મ નથી. હાલ, અહાન પાંડે શું કરી રહ્યો છે? તેના વિશે ફિલ્મી સૂત્રો પણ કશું જણાવી રહ્યા નથી.