અનન્યા પાંડેના સ્ટાઇલિશ અને બોલ્ડ લૂકે જીત્યા લોકોના દિલ, જુઓ ક્યાં પહોંચી?

મુંબઈઃ પોતાના મોહક દેખાવથી લોકોના દિલ જીતી લેનાર અનન્યા પાંડે દિવસેને દિવસે વધુ સ્ટાઇલિશ બની રહી છે. આજકાલ, લોકો તેની સ્ટાઇલ અને ફેશનને ખૂબ પસંદ કરે છે, જેનું તાજું ઉદાહરણ તેનો ગ્લેમરસ લૂક છે.
અનન્યા પાંડેએ તાજેતરમાં GQ ઇન્ડિયા બેસ્ટ ડ્રેસ્ડ ઇવેન્ટમાં તેના અદભુત ડ્રેસથી બધાને પ્રભાવિત કર્યા. અભિનેત્રીએ રેડ કાર્પેટ પર પગ મૂકતા જ બધાની નજર તેના બોલ્ડ રેડ કાર્પેટ લુક પર અટકી ગઈ, જે વિન્ટેજ વાઇબ્સ આપી રહ્યો હતો. તેના સ્ટાઇલિશ લુકે સાબિત કર્યું કે તે બોલીવુડના સૌથી ફેશનેબલ સ્ટાર્સમાંની એક છે. ચાલો જાણીએ કે અનન્યાએ શું પહેર્યું હતું.
આ પણ વાંચો: અનન્યા પાંડેએ કેમ કહ્યું કે હું મોટી થઈ રહી છું હવે…
અનન્યાએ GQ ઇન્ડિયા ઇવેન્ટ માટે ટોની વોર્ડ દ્વારા બનાવેલ સુંદર મીની ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસમાં ચમકતી મેટાલિક ડિઝાઇન અને મોતીઓની લાંબી સેર હતી. લાઈટને કારણે સિક્વિન્સ અને ટેસેલ્સની ચમકથી તેનો પોશાક વધુ ચમકતો હતો. બોડી-ફિટ ડ્રેસની ઊંચી નેકલાઇન અને ફુલ સ્લીવ્સ પારદર્શક ફેબ્રિકની બોલ્ડનેસને બેલેન્સ કરતી હતી, જેનાથી તે બોલ્ડ અને એલિગન્ટ દેખાતી હતી.
અનન્યાએ આ ડ્રેસને જે રીતે સ્ટાઇલ કર્યો હતો તે તેને વધુ ખાસ બનાવી રહ્યો હતો. તેણે આ ચમકદાર ડ્રેસ સાથે સ્ટ્રેપી મેટાલિક હીલ્સ પહેરી હતી, જે ડ્રેસની ચમક સાથે મેળ ખાતી હતી અને તેની ઊંચાઈ પણ વધારતી હતી. એસેસરીઝની વાત કરીએ તો અનન્યાએ ફક્ત મોટા ડ્રોપ ઇયરિંગ્સ પહેર્યા હતા, જે તેના ડ્રેસની ચમક વધારી રહ્યા હતા.
આ પણ વાંચો: અનન્યા પાંડેએ મિનિ ડ્રેસ પહેરીને કંઈક એવી કરી એડ કે ટ્રોલ થઈ, શું છે મામલો?
અનન્યાનો મેકઅપ અને હેરસ્ટાઇલ પણ તેના પોશાક સાથે મેળ ખાતા હતા. તેણે તેના વાળને હળવા કર્લ્સ કરી છૂટા રાખ્યા હતા, જેનાથી તેના આધુનિક લુકને વિન્ટેજ ટચ મળ્યો તેના સ્મોકી વિંગ્ડ આઈલાઈનર અને ન્યૂડ લિપસ્ટિકે તેના રેડ કાર્પેટ લુકને ગ્લેમરસ બનાવ્યો હતો.