મનોરંજન

અનન્યા પાંડેએ કેમ કહ્યું કે હું મોટી થઈ રહી છું હવે…

બોલીવૂડની યંગ જનરેશનની એક્ટ્રેક અનન્યા પાંડેએ અત્યાર સુધી અનેક ફિલ્મ અને સિરીઝમાં કામ કર્યું છે. પોતાની સુંદરતા અને એક્ટિંગથી એક્ટ્રેસે ફેન્સને ઘેલું લગાવ્યું છે. હાલમાં જ એક્ટ્રેસ અક્ષય કુમાર સાથેની ફિલ્મ કેસરી ચેપ્ટર ટુ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પણ દર્શકોએ અનન્યાના પાંડેની એક્ટિંગને વખાણી હતી. આ બધા વચ્ચે હવે એક ઈન્ટરવ્યુમાં એક્ટ્રેસે બોડી શેમિંગને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે ખુલાસો-

અનન્યા પાંડે હાલમાં જ એક પોડકાસ્ટ પર પહોંચી હતી અને આ સમયે તેણે ખુલાસો કર્યો હતો કે જ્યારે એણે પહેલી વખત બોલીવૂડમાં પગ મૂક્યો ત્યારે તે એક ટીનેજર હતી અને સ્લિમ હોવાને કારણે તેની મજાક ઉડાવવામાં આવતી હતી. જેમ જેમ તે મોટી થતી ગઈ અને તેનું બોડી ડેવલપ થવા લાગ્યું તો લોકોએ એવી અફવાઓ ફેલાવી હતી કે મેં બટ સર્જરી કરાવી છે.
અનન્યાએ પાંડેએ જણાવ્યું હતું કે જ્યારે મેં ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે હું 18-19 વર્ષની હતી અને હું ખરેખર ખૂબ જ પાતળી હતી. દરેક જણ મારા પાતળા હોવાની મજાક ઉડાવતા હતા અને કહેતાં કે અરે તારા ચિકન લેગ્સ છે, માચિસની કાંડી જેવી છે. તને તો બ્રેસ્ટ જ નથી. તારું કોઈ ફિગર નથી. તો પહેલાં આ જ થતું હતું.

હવે જેમ જેમ હું મોટી થઈ રહી છું તો શરીરમાં ફેરફાર થઈ રહ્યા છે તો હવે તેઓ કહે છે કે મારી પાસે કોઈ રસ્તો નથી. મેં બટ સર્જરી કરાવી છે. તમે ક્યારેય લોકો સામે જિતી શકતા નથી. તમે કંઈ પણ કરો તેઓ તેમાં કંઈકને કંઈક ખામી શોધી જ લેશે. એમાં પણ ખાસ કરીને જ્યારે તમે મહિલા હોવ ત્યારે, એવું અનન્યાએ વધુમાં જણાવ્યું હતું. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ અનન્યાની ફિલ્મ કેસરી ચેપ્ટર ટુ રિલીઝ થઈ હતી. હવે તે કોલ મી બે વેબ સિરીઝની સેકન્ડ સિઝનમાં જોવા મળશે. ટૂંક સમયમાં જ તેનું શૂટિંગ શરૂ થશે. આ સિવાય પણ અનન્યા પાસે અનેક બીજા પ્રોજેક્ટ્સ છે.

આપણ વાંચો : વાનખેડેના પર્ફોર્મન્સ પછી 26 વર્ષની અનન્યા પાન્ડેએ જુઓ કયો ફોટો શૅર કરીને બધાને ચકિત કરી દીધા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button