મનોરંજન

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ અનન્યા પાંડે જ્યારે એણે કર્યું….

આજકાલ અનન્યા પાંડે ઘણી ચર્ચામાં છે. અનંત અંબાણીના લગ્નમાં તેણે ઘણી ધૂમ મચાવી હતી. તેના અને હાર્દિક પંડ્યાના હોટ હોટ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. તે અવારનવાર તેની ગર્લ્સ ગેંગ સાથે પાર્ટી કરતી પણ નજરે પડતી હોય છે. હવે અભિનેત્રી તેની લેટેસ્ટ સેલ્ફી માટે નેટિઝન્સના નિશાના પર આવી છએ. લોકો એને ટ્રોલ કરી રહ્યા છે. તમને પણ નવાઇ લાગશે કે હવે અભિનેત્રીએ એવું તે શું પોસ્ટ કર્યું છે કે લોકો એને ટ્રોલ કરી રહ્યા છે. તો ચાલો આપણે જાણીએ.

અનન્યાએ તેની સેલ્ફી લીધી છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. સેલ્ફીમાં તે બોડીકોન ડ્રેસમાં તેના કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ સેલ્ફીમાં અનન્યાએ બોડી હગિંગ ડ્રેસ પહેર્યો છે અને તે અરીસા સામે ફોટો લેતી જોવા મળી રહી છે. આ બોડી હગીંગ ડ્રેસમાં તેના શરીરના બધા કર્વ્સ ઉજાગર થઇ રહ્યા છે, પરંતુ નેટીઝન્સને એક્ટ્રેસની આ સ્ટાઇલ બિલકુલ પસંદ નથી આવી. નેટિઝન્સે અનન્યાના ફોટો પર કમેન્ટ કરી છે અને તેને ટ્રોલ કરી છે. એક યુઝરે લખ્યું હતું કે, આવા સુંદર હોવાનો શું ફાયદો જ્યારે તમારે તમારું શરીર જ દેખાડવું હોય. તો વળી અન્ય એક યુઝરે લખ્યું હતું કે અનન્યાને બેક પોઝ આપવાની શું જરૂર છે. તો વળી એક નેટિઝન્સે તેની આગામી ફિલ્મ ખો ગયે હમ કહાં સાથે તેના પોઝની સરખામણી કરી છે. આ ફિલ્મમાં એક સીન છે, જેમાં અનન્યા તેના ભૂતપૂર્વ પ્રેમીનું ધ્યાન ખેંચવા ટ્રેપ બિછાવે છે. અનન્યા એવી જ દેખાઇ રહી છે.

આ પણ વાંચો : મુંબઈના રસ્તા પર ટોવેલ પહેરીને નીકળી પડી યુવતી અને પછી જે થયું એ…

જોકે, કેટલાક યુઝર્સ એવા પણ હતા, જેમને અનન્યાનો અંદાજ ઘણી પસંદ આવ્યો હતો અને તેઓ તેની ભરીભરીને પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે તે ઘણી હોટ લાગી રહી છે. તો બીજા એકે લખ્યું હતું કે ‘હું અનન્યાનો ફેન નથી, પરંતુ તેનું બોડી શેમિંગ કરવું ખોટું છે.’

https://www.instagram.com/p/C-Mm9frRVna/?utm_source=ig_web_copy_link

ગયા મહિને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અનન્યાએ ધૂમ મચાવીને મઝા કરી હતી. લગભગ દરેક ફંક્શનમાં તે પહોંચી હતી અને દિલ ખોલીને તેણે ડાન્સ કર્યો હતો. રણવીર સિંહ, હાર્દિક પંડ્યા અને અર્જુન કપૂર સાથે લગ્નમાં ડાન્સ કરતા તેના ફોટા સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. આ ઉપરાંત તેણે તેના સુંદર દેખાવથી અને પારંપરિક પરિધાનોથી પણ લોકોનું દિલ જીત્યું હતું.

આ પહેલા અભિનેત્રી આદિત્ય રોય કપૂર સાથેના તેના રોમાન્સ અને ત્યાર બાદ બ્રેકઅપને કારણે પણ ચર્ચામાં રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button