મુંબઈ: અનન્યા પાંડે પોતાના પિતા ચંકી પાંડે કરતાં તો ખૂબ જ વધુ નામ કમાવી રહી છે એવી વાતો થાય છે અને અનન્યા પાંડે એક કે બીજા કારણોસર સમાચારોમાં છવાયેલી જ જોવા મળતી હોય છે. હાલમાં જ અનન્યા પાંડેએ ભારતીય ક્રિકેટ ટીમના યંગ સ્ટાર ગણાતા શુભમન ગિલની સાથે વીડિયો શૂટ કર્યો હતો.
આ શૂટ બાદ અભિનેત્રીને ક્યો ભારતીય ક્રિકેટર પસંદ છે તેની ચર્ચાએ જોર પકડ્યું હતું અને તેને પૂછવામાં પણ આવ્યું હતું કે તેને કોઇ ક્રિકેટર પર ક્રશ છે કે નહીં. જોકે આ બધુ ચાલી રહ્યું હતું ત્યારે રિયાન પરાગનું નામ પણ આ ચર્ચામાં ઉમેરાયું હતું.
રિયાન પરાગ અનન્યા પાંડેને પસંદ કરતા હોવાની જૂની વાત ઉછળી હોવાથી રિયાનનું નામ આ ચર્ચા દરમિયાન ઉમેરાયું હતું. રિયાને અનન્યાને પસંદ કરતો હોવાનું તેણે આઇપીએલ દરમિયાન તેની લીક થયેલી ગુગલ-યુટ્યુબની સર્ચ હિસ્ટરી પરથી જણાયું હતું.
જોકે રિયાન નારાજ થાય એવી વાત 25 વર્ષીય અનન્યાએ કહી દીધી હતી. રિયાનને અનન્યા પસંદ છે એવું તેની સર્ચ હિસ્ટરી જાહેર થયા બાદ ચર્ચામાં હતી, પરંતુ હાલ જ્યારે અનન્યાને તેના સેલિબ્રિટી ક્રશની વાત પૂછવામાં આવી તો તેણે વિરાટ કોહલીનું નામ લીધું હતું.
અનન્યાએ વિરાટ કોહલીનું નામ લેતા લોકોએ રિયાન પરાગની મશ્કરી કરવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર રિયાનને તેનું દિલ તૂટી ગયું હશે તેવો સવાલ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. આવી અનેક કોમેન્ટ્સ રિયાનની પ્રોફાઇનની નીચે જ નહીં, અનન્યાએ આપેલા નિવેદનની લિંક નીચે પણ આ પ્રકારની કોમેન્ટ્સ થવા માંડી હતી.
આ પણ વાંચો: 50 કિલોની અનન્યા પાંડેએ કર્યું હવે આ કારસ્તાન કે…
ઉલ્લેખનીય છે કે હાલમાં જ અનન્યા પાંડેનું નામ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પણ જોડવામાં આવ્યું હતું. હાર્દિક પંડ્યાના પણ હાલમાં જ છૂટાછેડા થયા છે ત્યારે અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યા વચ્ચે કંઇક રંધાઇ રહ્યું હોવાના અહેવાલો વહેતા થયા હતા. જોકે આ ફક્ત એક અફવાહ હોવાનું પછીથી જણાયું હતું.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ અનન્યા પાંડે જ્યારે એણે કર્યું….
અનન્યા પાંડેએ તે વિરાટ કોહલીની મોટી ફેન હોવા ઉપરાંત વિરાટ કોહલીની ખૂબ પ્રશંસા પણ કરી હતી અને કહ્યું હતું કે તે ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ એટલે કે G.O.A.T – સૌથી શ્રેષ્ઠ છે.