ફિલ્મફેર એવોર્ડમાં બાંધણી અને પટોળાના કોમ્બિનેશનથી અનન્યા પાંડે છવાઈ ગઈ

અમદાવાદ ખાતે ૭૦મો ફિલ્મફેર એવોર્ડ્સ યોજાયો હતો. અનન્યા પાંડેએ પોતાના ગ્લેમરસ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ પોતાના વિશિષ્ટ પોશાકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. અનન્યા પાંડેએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક ફોટા શેર કર્યા છે. આ ફોટામાં તે એકદમ સુંદર લાગી રહી છે.
અનન્યાના વાયરલ ફોટા ફિલ્મફેર એવોર્ડ્સના છે. તેણે પટોળા ડિઝાઇનના કોર્સેટ બ્લાઉઝ સાથે ગુજરાતી બાંધણી સાડી પહેરી હતી. અનન્યા પાંડેનો લુક અદભુત છે. અભિનેત્રીના આ ફોટા હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેની સુંદરતાએ બધાને મોહિત કરી દીધા છે. અબુ જાની સંદીપ ખોસલાની આ ખાસ બાંધણી સાડીએ અનન્યાના રેડ કાર્પેટ પર છવાઈ ગઈ હતી.
આ પણ વાંચો: આર્યન ખાનની ફિલ્મની પ્રીમિયર પર અનન્યા પાંડેએ આ શું કર્યું? વીડિયો થયો વાઈરલ…
અનન્યાએ બાંધણી સાડીને રંગબેરંગી મણકાવાળા કોર્સેટ બ્લાઉઝ સાથે પેર કરી હતી. સાડી કરતાં પણ વધુ સુંદર તેનું પટોળા કોર્સેટ બ્લાઉઝ હતું જે તેના લુકની હાઈલાઈટ હતું. આ બ્લાઉઝ સાથે તેણે પરંપરાગત બાંધણી સાડીને મોર્ડન ટચ આપ્યો હતો. મેકઅપ અને જ્વેલરીની વાત કરીએ તો, અનન્યાએ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સથી પોતાનો લુકમાં ઉમેરો કર્યો. તેનો મેકઅપ મિનિમલ હતો. તેણે સ્લીક બન હેરસ્ટાઇલથી પોતાનો લુક પૂરો કર્યો.
અનન્યા પાંડે હંમેશા તેના અદભુત લુક્સથી લકોની પ્રશંસા મેળવે છે, પરંતુ આ વખતે પણ તેના લુકે બધાના દિલ જીતી લીધા. 70મા ફિલ્મફેર એવોર્ડ્સમાં, અનન્યા પાંડેએ તેના સ્ટાઇલિશ લુકથી ચાહકોને પ્રભાવિત કર્યા.
આ પણ વાંચો: અનન્યા પાંડેના સ્ટાઇલિશ અને બોલ્ડ લૂકે જીત્યા લોકોના દિલ, જુઓ ક્યાં પહોંચી?
કામની વાત કરીએ તો, અનન્યા પાંડે પાસે બે ફિલ્મો છે. તે “ચાંદ મેરા દિલ” માં લક્ષ્ય લાલવાની સાથે જોવા મળશે, જ્યારે તેની જોડી ફરી એકવાર કાર્તિક આર્યન સાથે દેખાશે. આ બંને “તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી”માં સાથે જોવા મળશે.